બેંગલુરુઃ કર્ણાટકના ચામરાજનગર જિલ્લામાં એક સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનની તંગી સર્જાવાને લીધે અનેક કોરોનાગ્રસ્ત દર્દીઓ સહિત 24 દર્દીનાં કરુણ મોત નિપજ્યા છે.
ચામરાજનગરની જિલ્લા હોસ્પિટલમાં ઓક્સિજન ન મળવાને કારણે તથા અન્ય કારણોસર છેલ્લા 24 કલાકમાં અનેક કોરોના દર્દીઓ સહિત 24 દર્દી મૃત્યુ પામ્યા છે. મુખ્ય પ્રધાન બી.એસ. યેદીયુરપ્પાએ જિલ્લા કલેક્ટરને ફોન કરીને આ ઘટના અંગે વાત કરી હતી અને ત્યારબાદ પોતાના પ્રધાનમંડળની આવતીકાલે તાકીદની બેઠક બોલાવવાનું નક્કી કર્યું.
