શ્રીનગરઃ જમ્મુ અને કશ્મીરબીયરપ્રેમીઓ માટે આનંદના સમાચાર છે. આ કેન્દ્રશાસિત પ્રદેશના સત્તાવાળાઓએ પ્રદેશની હળવી કરાયેલી શરાબ પરવાના નીતિ અને વેચાણ નીતિ અંતર્ગત ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સને બીયર વેચવા દેવાની પરવાનગી આપી છે.
જમ્મુ-કશ્મીરના શહેરી વિસ્તારોમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સને બીયર તથા અન્ય રેડી ટુ ડ્રિન્ક (RTD) પીણાં વેચવા દેવાની સત્તા આપતા પ્રસ્તાવને લેફ્ટેનન્ટ ગવર્નર મનોજ સિન્હાના અધ્યક્ષપદ હેઠળની એડમિનિસ્ટ્રેટિવ કાઉન્સિલની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી.
આ પરવાનગી એવી શરતો પર અપાઈ છે એવા સ્ટોર્સ કમર્શિયલ સંકુલમાં હોવા જોઈએ, એનો કુલ કાર્પેટ એરિયા મિનિમમ 1,200 સ્ક્વેર ફીટ હોવો જોઈએ, સ્ટોર્સનું વાર્ષિક ટર્નઓવર જમ્મુ અને શ્રીનગર શહેરોમાં મિનિમમ રૂ. પાંચ કરોડ હોવું જોઈએ, અન્ય શહેરી વિસ્તારોમાં વાર્ષિક ટર્નઓવર રૂ. બે કરોડનું હોવું જોઈએ.