રાંચીઃ ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના એલાન સાથે સ્થાનિક રાજકારણમાં ગરમાટો આવ્યો છે. રાજ્યમાં NDAમાં સીટ વહેંચણીની ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ છે. રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે અને મત ગણતરી 23 નવેમ્બરે થશે.
રાજ્યની 81 વિધાનસભાની સીટામાંથી ભાજપે 68 સીટો પર, AJS 10, LJP, એક અને JDU બે સીટો પર ચૂંટણી લડશે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી જીતવા માટે વિરોધી પક્ષ ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. પાર્ટીએ મધ્ય પ્રદેશના CM શિવરાજ સિંહ ચૌહાણ, આસામના CM અને હિન્દુત્વના પોસ્ટર બોય હિમંત બિશ્વ સરમા જેવા રાજ્યમાં ચૂંટણી જીતવા માટે ટાસ્ક આપ્યો. ઝારખંડના NDAમાં ભાજપ સિવાય ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (AJS), બિહારની સરકારમાં ભાગીદાર JDU અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાની આગેવાનીવાળી LJP સામેલ છે.
NDA मजबूत, ठगबंधन होगा नेस्तेनाबूत
भरोसा अपार, झारखंड में NDA सरकार pic.twitter.com/ln9fQixZSn— BJP JHARKHAND (@BJP4Jharkhand) October 18, 2024
ઝારખંડ ચૂંટણી 2024 ઇન્ડિયા ગઠબંધન અને NDA વચ્ચે સીધી ટક્કર છે. CM હેમંત સોરેનના નતૃત્વમાં ઇન્ડિયા ગઠબંધન NDA સામે ટકરાશે. ઝારખંડ મુક્તિ મોરચો, કોંગ્રેસ, RJD અને વામ પંથી પક્ષો ઇન્ડિયા ગઠબંધન સાથે છે. જ્યારે NDA ગઠબંધનમાં ભાજપ, AJS પાર્ટી, JDU, LJP આર અને હમ પાર્ટી છે.
ઝારખંડ વિધાનસભાની ચૂંટણી 2019 પરિણામ જોઈએ તો કોઇ પક્ષને સ્પષ્ટ બહુમત મળ્યો ન હતો. 81 બેઠકો પૈકી 30 બેઠકો જીતી JMM મોટી પાર્ટી તરીકે ઊભરી આવી હતી. 25 બેઠક સાથે ભાજપ બીજા સ્થાને હતું. જ્યારે કોંગ્રેસ 16 અને RJDને એક બેઠક પર જીત મળી હતી. સ્પષ્ટ બહુમત ન હોવાથી JMM, કોંગ્રેસ, RJD ગઠબંધનની સરકાર બની હતી.