નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટ સામે ઝઝુમી રહેલા દેશના વિભિન્ન વર્ગો માટે કુલ 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, 20 લાખ કરોડ રુપિયાનું આ પેકેજ 2020 માં આત્મનિર્ભર ભારત ઝુંબેશને એક નવી ગતી આપશે. તેમણે કહ્યું કે, એક્સપર્ટ્સ જણાવે છે કે, કોરોના લાંબા સમય સુધી જીવનનો એક ભાગ બની રહેશે. પરંતુ આપણે આપણા લક્ષ્યોને દૂર નહી થવા દઈએ. વડાપ્રધાન મોદીના આ સંબોધન પર જાવેદ અખ્તરે ટ્વીટ કર્યું છે, જેના કારણે સોશિયલ મીડિયા પર તેમને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. હકીકતમાં, જાવેદ અખ્તરે ટ્વીટ કરતા લખ્યું છે કે, 20 લાખ કરોડ રુપિયાનું પેકેજ નિશ્ચિત રુપથી રાષ્ટ્ર માટે એક નૈતિક વરદાન છે, પરંતુ 33 મીનિટના ભાષણમાં લાખો પ્રવાસીની દુર્દશા મામલે એક શબ્દ પણ ન કહેવામાં આવ્યો જેને તાત્કાલિક મદદની જરુર છે. આ યોગ્ય નથી. આ ટ્વીટ બાદ જ લોકો જાવેદ અખ્તરને ટ્રોલ કરવાનું શરુ કર્યું છે. એક યૂઝરે લખ્યું કે, સરકારે જે કરવાનું છે તે કરી રહી છે. સોનૂ સૂદને આપ જાણતા હશો, તે પણ એક કલાકાર છે કે જેમણે દેશ હિતમાં મજૂરો માટે ખૂબ મોટું કામ કર્યું છે અને તેમને તેમના ગામ સુધી મોકલવા માટે આપ શું કરી રહ્યા છો? શું આપ ભારતના નાગરિક નથી?
આ પ્રકારે અનેક લોકોએ તેમના ટ્વીટ પર કમેન્ટ કરી હતી અને તેમને ટ્રોલ કર્યા હતા.
दुर्भाग्य शायद इसे ही कहते हैं, देश का एक नामचीन लेखक और गीतकार जिसे देश ने इतना सम्मान दिया, वो अपने एजेंडे के लिए राजनीति की भाषा बोल रहा है। जब Lockdown में मजदूरों को घर भेजा जा रहा है और अन्य व्यवस्था को भी सुदृढ किया जा रहा है तो उसके बारे में बोलने का अब क्या औचित्य है।
— Devesh Sharma / देवेश शर्मा (@DeveshSharma__) May 13, 2020
सरकार जो करना है वह कर रही है सोनू सूद को आप जानते होंगे वह भी एक कलाकार है उन्होंने देश हित में मजदूरों के लिए काफी बड़ा काम किया उनको उनके गांव तक भेजा लेकिन आप क्या कर रहे हो क्या आप भारत का नागरिक नहीं हो जो पैसे कमाए हो वह जनता की है आपको पता होना चाहिए सवाल करने से pic.twitter.com/qNgTT37Bpi
— 🇮🇳VINOD CHAUDHARY 🕉️,🚩🛶 (@VinodCh55285727) May 13, 2020