નવી દિલ્હીઃ નાગરિકતા બિલ વિરુદ્ધ થઈ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે પોતાનો ભારત પ્રવાસ રદ્દ કરી શકે છે. પ્રાપ્ત વિગતો અનુસાર નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં પૂર્વોત્તર સહિત આખા અસમમાં વિરોધ-પ્રદર્શન ચાલી રહ્યું છે. બુધવારના રોજ થયેલા હિંસક પ્રદર્શન બાદ ગઈકાલે ગુવાહાટીમાં લોકોએ કર્ફ્યુનું ઉલ્લંઘન કર્યું. ગુવાહાટીમાં બે પ્રદર્શનકારીઓનું મોત થયું હતું. ત્યારે ટ્રાંસપોર્ટ સેવાઓ પર પૂર્ણ રીતે પ્રભાવિત થઈ છે. ટ્રેનોની સાથે જ ગુવાહાટી અને ડિબ્રૂગઢ જનારી ઘણી ફ્લાઈટ્સ રદ્દ થઈ છે. અસમના ચાર વિસ્તારોમાં સેનાને તેનાત કરવામાં આવી છે. તો મેઘાલયમાં પણ જોરદાર વિરોધ થઈ રહ્યો છે.
શિલોન્ગમાં બે ગાડીઓમાં આગ લગાવી દેવામાં આવી હતી. મુખ્યમંત્રી દિલ્હી માટે ફ્લાઈટ પકડી શક્યા નહોતા. અહીંયા અત્યારે અનિશ્ચિત કાળ માટે કર્ફ્યુમાં લગાવી દેવામાં આવ્યો છે. 48 કલાક સુધી ઈન્ટરનેટ અને એસએમએસ પર રોક છે. તો ત્રીપુરામાં અત્યારે સ્થિતિ કંટ્રોલમાં છે અને શાંતિનું વાતાવરણ છે. આ વચ્ચે વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરતા લોકોને આશ્વસ્ત કર્યા હતા.