પૂર્વોત્તર ભારતના રાજ્યો નાગરિકતા ખરડા સામે હિંસક બની રહ્યા છે…

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ગઈકાલે મોડી રાત્રે મંજૂરી મળી ગઈ છે અને આ ખરડો કાનૂન બની ચૂક્યો છે, પણ આ બિલથી સર્જાયેલા તણાવને લઈને પૂર્વોત્તરમાં આ બિલ વિરુદ્ધ પ્રદર્શન વધારે હિંસક બની રહયું છે.

સૌથી વધારે વિરોધની જ્વાળા અસમમાં ઉઠી છે. સ્થિતિને જોતા પત્રકારોને ત્યાં જવા માટે પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ગઈકાલે આખી રાતમાં ગુવાહાટીમાં કોઈ દુર્ઘટના ઘટી નથી. આજે સવારથી જ રોડ ખાલી છે. બુધવારના રોજ થયેલા હિંસક પ્રદર્શન બાદ ગુવાહાટીમાં લોકોએ કર્ફ્યુનું ઉલ્લંઘન કર્યું છે. ગુવાહાટીમાં બે લોકોના મોત થયા છે.

  1. ગુવાહાટી જ નહી પરંતુ અસમના બીજા વિસ્તારોમાં પણ વિરોધ પ્રદર્શનો વધારે ઉગ્ર બન્યા છે. ગુવાહાટીમાં ફ્લેગ માર્ચ બાદ પણ પ્રદર્શનકારીઓ રોડ પર આવી ગયા. કલમ 144 અને પોલીસના ફાયરનો તેમને કોઈ ડર ન લાગ્યો. મોબાઈલ ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.
  2. ગુવાહાટીમાં 2 પ્રદર્શનકારીઓના ફાયરિંગમાં મોત થયા છે. પથ્થરમારા બાદ પોલીસે ગોળી ચલાવી જેમાં આ લોકોના મોત થયા છે. ગુવાહાટીમાં 14 પ્રદર્શનકારી ઘાયલ છે, જેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
  3. ગુવાહાટી-ડિબ્રૂગઢમાં અનિશ્ચિતકાળનો કર્ફ્યુ છે. જોરહાટમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. અસમમાં સેનાની 5 ટીમો તેનાત કરવામાં આવી છે.
  4. ગુવાહાટી અને ડિબ્રૂગઢમાં આર્મીએ ફ્લેગ માર્ચ કરી. ઘણા શહેરોમાં ભાજપના કાર્યાલયને નિશાન બનાવવામાં આવ્યા. એરપોર્ટમાં કામકાજ યથાવત છે પરંતુ ફ્લાઈટો રદ્દ થઈ ગઈ છે. પૂર્વી અને દક્ષિણ અસમ જનારી ટ્રેનો રદ્દ કરી દેવામાં આવી છે.
  5. 22 ડિસેમ્બર સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. 14 ડિસેમ્બર સુધી ઈન્ટરનેટ અને મેસેજ પર રોક છે. મુખ્યમંત્રીએ શાંતિની અપીલ કરી છે.
  6. નાગરિકતા સંશોધન કાયદા અંતર્ગત બિન મુસ્લિમ પ્રવાસી અસમના નાગરિક બની જશે. તાજેતરમાં NRC દ્વારા આ પ્રકારના પ્રવાસીઓને બહાર કરવા ઝુંબેશ ચાલી હતી. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે તેમની પાસે પહેલાથી જ ન તો નોકરી છે અને ન તો ઘર.
  7. ગુવાહાટીમાં કર્ફ્યુ વધારી દેવામાં આવ્યો છે. જે લોકોએ 80ના દશકના ચાત્ર આંદોલનને જોયું છે અને તેમનું કહેવું છે કે આ આંદોલન હજી વધશે.
  8. મેઘાયલમાં પણ વિરોધ યથાવત છે જ્યારે શિલોન્ગને બાદ કરતા રાજ્યનો બાકી ભાગ નાગરિકતા બિલના વર્તુળમાં નથી આવવાનો. શિલોન્ગમાં વિરોધ પ્રદર્શનો થયા છે.
  9. શિલોન્ગમાં બે ગાડીઓમાં આગ લગાવી દેવામાં આવી હતી. મુખ્યમંત્રી અને મંત્રી દિલ્હી માટે ફ્લાઈટ ન લઈ શક્યા.
  10. શિલોન્ગમાં અનિશ્ચિતકાળનો કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. 48 કલાક માટે ઈન્ટરનેટ, એસએમએસ સેવા પર રોક લગાવી દેવામાં આવી છે. તો ત્રિપુરામાં અત્યારે સ્થિતિ કંટ્રોલમાં છે અને શાંતિનો માહોલ છે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]