જમ્મુઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) પર આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરી કરવાના પ્રયાસને સતર્ક ભારતીય સેનાના જવાનોએ નિષ્ફળ બનાવ્યો છે.
સંરક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, આ ઘટના ગઈ કાલે મોડી રાતે નૌશેરા સેક્ટરના લામ વિસ્તારમાં બની હતી. એ વિસ્તારમાં ઘૂસણખોરોને શોધવાની સૈનિકોની કામગીરી હજી ચાલુ છે.