નવી દિલ્હીઃ ઇસરોએ 2021થી 2023 દરમ્યાન વિદેશી સેટેલાઇટ્સ લોન્ચ કરવા માટે ચાર દેશો સાથે સમજૂતી કરી છે. ઇસરોને આ સેટેલાઇટ્સ લોન્ચ કરવા માટે કરોડો રૂપિયાની કમાણી પણ થઈ છે, એમ કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે રાજ્યસભાને પુછાયેલા સવાલમાં લેખિત જવાબમાં જણાવ્યું હતું. આ વેપારી ધોરણે વિદેશી સેટેલાઇટ્સ લોન્ચ કરવા બદલ ઇસરોને 132 યુરોની કમાણી થઈ છે. ઇસરોની વેપારી પાંખ ન્યુસ્પેસ ઇન્ડિયા લિ. દ્વારા વેપારી ધોરણે અન્ય ચાર દેશો માટે પોલર સેટેલાઇટ લોન્ચ વેહિકલ (PSLV) લોન્ચ કરશે.
તેમણે જણાવ્યું હતું કે NSIL દ્વારા 2021-023 દરમ્યાન છ નવા કરારો મુજબ PSLV દ્વારા આ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે. આ સિવાય વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા 12 સેટેલાઇટ સહિત 124 સ્વદેશી સેટેલાઇટ પૃથ્વીની ભ્રમણ કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ઇસરો 1999થી અત્યાર સુધી 34 દેશોએ વેપારી ધોરણે PSLVની મદદથી 342 વિદેશી સેટેલાઇટ્સ લોન્ચ કર્યા છે.
વળી, ઇસરોએ 2019થી 2021ના ત્રણ વર્ષના સમયગાળામાં વિદેશી સેટેલાઇટ લોન્ચ દ્વારા 35 મિલિયન ડોલર અથવા 10 મિલિયન યુરોની કમાણી કરી છે, ઇસરોએ જેયલા પણ વિદેશી સેટેલાઇટ્સ સ્પેસમાં લોન્ચ કર્યા છે, એમાં મોટા ભાગના અર્થ ઓબ્ઝર્વેશન, સાયન્ટિફિક એન્ડ ટેક્નોલોજીના ડેમોન્સ્ટ્રેશન માટે લોન્ચ કર્યા છે, એમ તેમણે જણાવ્યું હતું.