નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કોરોના વાયરસ લોકડાઉનના કથિત ઉલ્લંઘનની હકીકત જાણવા માટે વિશેષ ટીમો મોકલી છે. બંગાળમાં મોકલવામાં આવેલી એક ટીમને કોરોના વાયરસના જોખમ વળા ક્ષેત્રોનો પ્રવાસ કરવાથી રોકવામાં આવી હતી. બંગાળ ટીમના એક સભ્યએ આરોપ લગાવ્યો કે, તેમને હોટલથી બહાર જવાની મંજૂરી ન આપવામાં આવી. ટીમની આગેવાની કરી રહેલા રક્ષા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારી અપૂર્વ ચંદ્રાએ કહ્યું કે, અમે જણાવ્યું હતું કે અમે કેટલીક જગ્યાઓની તપાસ કરી શકીએ છીએ. આજે અમને જાણકારી આપવામાં આવી કે કેટલીક સમસ્યાઓ છે જેથી અમે બહાર નહી જઈ શકીએ. ચંદ્રાએ જણાવ્યું કે, અન્ય રાજ્યોમાં ગયેલી ટીમોને પૂર્ણ સહયોગ મળી રહ્યો છે. તેમને એ જ નોટિસ આપવામાં આવી હતી કે પશ્ચિમ બંગાળને આપવામાં આવી છે. પરંતુ તે ટીમોને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો ન કરવો પડ્યો. કુલ ચાર રાજ્યોમાં 6 કેન્દ્રીય દળોને મોકલવામાં આવ્યા છે. આમાંથી ત્રણ રાજ્યોમાં વિપક્ષી દળોની સરકારો છે, આ ટીમો મહારાષ્ટ્ર, પુણે, રાજસ્થાન, પશ્ચિમબંગા, હાવડા, મિદનાપુર પૂર્વ, 24 પરગના ઉત્તર, દાર્જિલિંગ, કલિમપોંગ અને જલપાઈગુડી તેમજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં મોકલવામાં આવી છે.
કેન્દ્ર સરકારનો દાવો છે કે, આ શહેરોની સ્થિતિ ગંભીર છે અને અહીંયા લોકડાઉનના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. કેન્દ્રએ એપણ આરોપ લગાવ્યો છે કે, રાજ્ય સરકારના કોરોના વાયરસના કેસોને ઓછા કરીને જણાવ્યા હોવાના મામલાઓ પણ સામે આવી રહ્યા છે. જો કે, વિશેષ રુપથી પશ્ચિમ બંગાળનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પશ્ચિમ બંગાળ પર કોરોના વાયરસના દર્દીઓની વાસ્તવિક સંખ્યા છુપાવવાનો આરોપ છે.
ગૃહમંત્રાલયના એક આંતરિક આંકલનમાં કહેવામાં આવ્યું છે કે બંગાળમાં કોરોના વાયરસથી થનારા મૃત્યુની સંખ્યા જણાવવામાં આવેલી સંખ્યાથી વધારે હોવાનું અનુમાન છે. આમાં દાવો કરવામાં આવ્યો છે કે, મૃત્યુના કારણ વિશે ખોટી જાણકારી આનું જ કારણ હોઈ શકે છે.
કેન્દ્રના રડારમાં મધ્યપ્રદેશ એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં ભાજપની સરકાર છે. આઈએમસીટી બંધના નિયમો અનુસાર દિશા-નિર્દેશોના પાલન, આવશ્યક વસ્તુઓની આપૂર્તિ, સામાજિક અંતર, સ્વાસ્થ્ય સંબંધિત માળખાગત ઢાંચાની તૈયારી, સ્વાસ્થ્ય કર્મચારીઓની સુરક્ષા અને શ્રમિકો અને ગરીબો માટે સ્થાપિત રાહત શિબિરોમાં સ્થિતિ પર નજર રાખશે.