નવી દિલ્હીઃ દેશમાં વીમા નિયામક એજન્સી ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDAI)એ તાજા દિશા-નિર્દેશમાં કહ્યું છે કે હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ સતત આઠ વર્ષ સુધી પ્રીમિયમ લીધા પછી વીમાના દાવા પર વાંધો ન ઉઠાવી શકે. IRDAIએ આ દિશા-નિર્દેશોનો ઉદ્દેશ ખામી આધારિત હેલ્થ વીમા (વ્યક્તિગત દુર્ઘટના અને ઘરેલુ-વિદેશી યાત્રા સિવાય) ઉત્પાદનો વીમાની રકમ મેળવવાના સામાન્ય નિયમો અને શરતોનો એક માપદંડ બનાવવાનો છે. એના માટે પોલિસી કોન્ટ્રેક્ટના સામાન્ય નિયમો અને શરતોની ભાષાને સરળ બનાવવામાં આવશે અને ઉદ્યોગમાં એકરૂપતા લાવવામાં આવશે.
પોલિસીને લઈને કોઈ પુર્નવિચાર લાગુ નહીં
ઇરડાએ કહ્યું છે કે હાલની આરોગ્ય વીમા પ્રોડક્ટ-જે નિર્દેશો અનુસાર નથી, એને એક એપ્રિલ, 2021થી રિન્યુઅલના સમયને સંશોધિત કરવામાં આવશે. ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDAI)એ કહ્યું છે કે પોલિસીનાં સતત આઠ વર્ષ પૂરાં થયા પછી પોલિસીને લઈને કોઈ પુર્નવિચાર લાગુ નહીં થાય.
કોઈ પણ ક્લેમ પર વિવાદ નહીં
આ સમયગાળો વીત્યા પછી કોઈ પણ હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની કોઈ પણ ક્લેમ પર વિવાદ નહીં કરી શકે. જોકે આમાં છેતરપિંડીના પુરાવા થયેલા કેસ સામેલ નથી. પોલિસી કરારમાં સ્થાયી રૂપથી જે બાબતો અલગ રાખી હોય, એને પણ સામેલ નહીં માનવામાં આવે. એની સાથે પોલિસી કરાર અનુસાર બધી લિમિટ, સબ-લિમિટ અને સબ-પેમેન્ટ અને કાપ લાગુ હશે. આઠ વર્ષોના આ સમયગાળાને મોરાટોરિયમ પિરિયડ કહેવામાં આવશે.
આ પ્રતિબંધ પહેલી પોલિસીની વીમા રકમ માટે લાગુ હશે
નિયામકે આરોગ્ય વીમા પોલિસી કરારમાં સામાન્ય નિયમ અને શરતોના માપદંડો પર જારી દિશા-નિર્દેશોમાં કહ્યું છે કે આ પ્રતિબંધ પહેલી પોલિસીની વીમા રકમ માટે લાગુ હશે અને એ પછી સતત આઠ વર્ષ પૂરાં થયાના વધેલી વીમા રકમની તારીખ પછી માત્ર વધેલી વીમા રકમ પર લાગુ થશે.
દાવાની વિલંબિત ચુકવણીમાં વ્યાજ ચૂકવવું પડશે
દાવાની પતાવટ પર નિયામકે કહ્યું છે કે બધા જરૂરી ડોક્યુમેન્ટ મળ્યાના 30 દિવસોની અંદર વીમા કંપની માટે દાવાની ચુકવણી અથવા એના અસ્વીકાર કરવો જરૂરી છે. કોઈ દાવાની ચુકવણીમાં વિલંબને મામલામાં નિયામકે કહ્યું છે કે આવામાં વીમા કંપનીએ વ્યાજની ચુકવણી કરવી પડશે.