5.8ની તીવ્રતાના ભૂકંપથી જમ્મુ-કશ્મીરની ધરતી ધ્રૂજી

જમ્મુઃ જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે સવારે મધ્યમ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 6.8ની માપી ગઈ છે, એમ અધિકારીઓએ માહિતી આપી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેમણે જણાવ્યું હતું કે હાલમાં કોઈ પણ પ્રકારના નુકસાનની માહિતી નથી. અધિકારીઓના જણાવ્યાનુસાર ભૂકંપ સવારે સાત કલાકે આવ્યો હતો. અને એનું કેન્દ્ર તાજિકિસ્તાન હતું. શ્રીનગર, કિશ્તવાડ અને ડોડા જિલ્લા સહિત કાશ્મીર ખીણના મોટા ભાગના વિસ્તારોમાં ભૂકંપના તેજ આંચકા અનુભવાયા હતા. આ સિવાય જમ્મુમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાજિકિસ્તાનના દસહાંબેથી 341 કિલોમીટર દૂર

અન્ય એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ તાજિકિસ્તાન સહિત આસપાસના વિસ્તારોમાં મંગળવારે સવારે ભૂકંપ આવ્યો હતો. સવારે સાત કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા 6.8ની હતી. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાજિકિસ્તાનના દસહાંબેથી 341 કિલોમીટર દૂર હતું. એની અસર જમ્મુ-કાશ્મીર સુધી જોવા મળી હતી.

કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા

જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં મંગળવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.  પાછલા કેટલાક દિવસોમાં કેટલીય વાર જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ પહેલાં જમ્મુ-કાશ્મીરમાં સોમવારે 4.36 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2ની હતી

ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.9

આ પહેલાં નવ જૂને જમ્મુ-કાશ્મીરમાં સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નવ જૂને સવારે 8.16 કલાકે લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા 3.9 હતી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ શ્રીનગરથી 14 કિલોમીટર નોર્થ અને ગાંદરબેલના દક્ષિણ-પૂર્વમાં સાત કિલોમીટર દૂર હતું.

ગુજરાતમાં પણ ભૂકંપના ઝટકા

ગુજરાતમાં પણ  સોમવારે ફરી એક વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કચ્છમાં બપોરે 12.57 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.5ની રહી હતી. આ ભૂકંપનું કેન્દ્ર કચ્છથી 15 કિલોમીટર દૂર હતું. ભૂકંપના આંચકા પછી લોકો ઘરની બહાર નીકળ્યા હતા. જોકે હજી જાનમાલનું નુકસાનના સમાચાર નથી.

આ પહેલાં રવિવારે કચ્છમાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોકે આ ભૂકંપ ચાર સેકન્ડનો હતો. જોકે લોકોમાં ઢર પેસી ગયો હતો અને લોકો ઘરથી બહાર દોડી આવ્યા હતા.  આ ભૂકંપનું કેન્દ્ર કચછમાં ભચાઉની પાસે 10 કિલોમીટર હતું. આ ભૂકંપ પછી કચ્છના કેટલાં ઘરોમાં તિરાડો પડી ગઈ હતી.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]