ભારતીયોનો બિરયાની-પ્રેમ: 2021માં પ્રતિ-મિનિટ 115 બિરયાનીનો ઓર્ડર-આપ્યો

મુંબઈઃ ઓનલાઈન ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ સ્વિગીના જણાવ્યા મુજબ, ભારતવાસીઓનો બિરયાની માટેનો પ્રેમ સતત વધી રહ્યો છે. ભારતીયોએ 2021ના વર્ષમાં પ્રતિ મિનિટમાં 115 બિરયાની પ્લેટનો ઓર્ડર આપ્યો હતો (વેજ અને નોન-વેજ બેઉ મળીને). જ્યારે આ વર્ષે સમોસાનો આશરે 50 લાખ પ્લેટનો ઓર્ડર મળ્યો હતો. આ આંકડો ન્યૂઝીલેન્ડ દેશની વસ્તીને સમાન છે. ભારતીયોના ફેવરિટ નાસ્તાઓમાં સમોસા હજી પણ નંબર-વન રહ્યા છે. બીજા નંબરે પાવ-ભાજી આવે છે.

સ્વિગી કંપનીએ એક અહેવાલમાં જણાવ્યું છે કે 2020ના વર્ષમાં ભારતીયોએ પ્રતિ મિનિટ 90 બિરયાનીનો ઓર્ડર આપ્યો હતો, જે આંકડો 2021માં વધીને 115 થયો છે, જે પ્રતિ સેકંડ 1.91 ગણાય. સ્વિગી પર 21 લાખ ગુલાબ જાંબુનો ઓર્ડર અપાયો હતો જ્યારે રસમલાઈનો ઓર્ડર 10 લાખ 27 હજારનો હતો.