નવી દિલ્હીઃ આગામી ત્રણ વર્ષમાં ભારતીય સેનાના ઇતિહાસમાં સૌથી મોટું પુનર્ગઠન આર્મી, એરફોર્સ અને નેવીની કામગીરીને એકીકૃત કરવાવાળા સેના કમાન્ડસનું સંચાલન શરૂ કરવામાં આવશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું પદ સંભાળ્યા પછી સૌપ્રથમ વાર પોતાના સંબોધનમાં જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે તેમનું લક્ષ્ય સેનાની ત્રણ પાંખની સર્વિસિસને વિકસિત કરવામાં આવે, જેમાં તેમની આંતરિક ક્ષમતા, માલસામાન અને સૈનિકોને મિલિટરી કમાન્ડ્સ માટે એકીકૃત કરવી. તેમનો ઉદ્દેશ છે ખર્ચમાં ઘટાડો કરવો, સૈનિકોની યોગ્ય રીતે ગોઠવણી કરવી અને સશસ્ત્ર દળો (ત્રણે પાંખ)ને એકજૂટ રૂપે લડાઈ લડે –એ માટે તૈયાર કરવાં.
ચીફ ઓફ ડિફેન્સ (સીડીએસ) સ્ટાફને હાલ અંતિમ સ્વરૂપ નથી અપાયું. સીડીએસ તૈયાર થઈ રહેલા પ્રસ્તાવો જોઈ રહ્યું છે. જેથી તેમાં એક પશ્ચિમી થિયેટ કમાન્ડ, નોર્થન થિયેટ કમાન્ડ જે લદ્દાખથી લઈને નેપાળની સરહદને કવર કરશે અને જમ્મુ-કાશ્મીર માટે એક અલગ થિયેટ કમાન્ડનું ગઠન થશે.
પાકિસ્તાન અને ચીનને લગતી જમીનની સરહદોને કવર કરવાવાળી સિવાય ભારતની પાસે નેવી હેઠળ એક પેનિન્સુલા કમાન્ડ હશે. આ સાથે જ એર ડિફેન્સ હેઠળ એક એર ડિફેન્સ કમાન્ડ, સ્પેસ કમાન્ડ, વિવિધ સર્વિસ લોજિસ્ટિક અને તાલીમ કમાન્ડ પણ હશે. દરેક થિયેટ કમાન્ડમાં એક અભિન્ન એર ફોર્સ કમાન્ડ હશે અને તે આવશ્યકતાનુસાર વધારાના વિમાન તહેનાત કરી શકશે. સીડીએસે કહ્યું હતું કે સ્ટોક સંચાલન, હાલનો બધો શસ્ત્ર સરંજામ એક છત્ર હેઠળ એકીકૃત રહેવો જોઈએ અને એના નિયંત્રણ મુદ્દે સરળીકરણ થવું જોઈએ.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને સેનાની ત્રણે પાંખના પ્રમુખોની વચ્ચે પ્રારંભિક ચર્ચા થઈ ચૂકી છે. જેથી એ સ્પષ્ટ થાય છે કે નિયત સમયની અંદર કમાન્ડોને સ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ કરવાનો તેમનો ઉદ્દેશ છે.
જનરલ રાવતે કહ્યું હતું કે ઉચ્ચ મૂલ્યવાળા સેના અધિગ્રહણ, જેમ નૌસેના માટે પ્રસ્તાવિત ત્રીજું વિમાનવાહક જહાજ-અર્થતંત્ર કેવી રીતે આગળ વધે છે, એના પર નિર્ભર કરે છે. નેવીએ ત્રીજા સ્વદેશી વિમાનવાહક જહાજની મંજૂરી આપવા માટે વર્ષો સુધી સરકારથી લડાઈ લડી છે, જે હાલમાં આઇએનએસ વિક્રમાદિત્ય અને આઇએનએસ વિક્રાંત, જેનું જલદી પરીક્ષણ શરૂ થવાનું છે- એ પૂરક હશે.
આ જ પ્રકારે ભારતીય એરફોર્સ માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફને લાગે છે કે ઉચ્ચ સર્વિસ પૂરી પાડવા માટે મોંઘાં લડાકુ વિમાનની ખરીદીને ઘટાડવી મહત્ત્વપૂર્ણ છે. દેશ 114 લડાકુ વિમાનોને અધિગ્રહણ કરવાની પ્રક્રિયામાં છે, જેને માટે વૈશ્વિક ટેન્ડર પહેલાં જ બહાર પાડવામાં આવ્યાં છે.
જનરલ રાવતે વિગતવાર સમજાવતાં કહ્યું કે મેઇનટેનન્સ સાઇકલને જુઓ તો ઓછા સમયમાં વધુ વિમાનો અધિગ્રહણ થાય તો એકસાથે તેમની જાળવણની જરૂર પડશે. એનો અર્થ એ થયો કે આમાંથી કેટલાય એકસાથે એક સમય માટે કમિશનની બહાર થી જશે.આ સિવાય એરફોર્સ માટે શ્રેણીબદ્ધ અધિગ્રહણની એક પ્રણાલીનો મતલબ થશે કે કમસે કમ કેટલાંક મહત્ત્વનાં સંસાધન જેવા કે લડાકુ વિમાન હેલિકોપ્ટર અને ડ્રોનના ઉપયોગમાં લેવા માટે ઉપલબ્ધ હશે, જ્યારે અન્યની સર્વિસ કરવામાં આવી રહી હશે.
દેશમાં ગોળા-બારુદનું ઉત્પાદન
સેનાનો ખર્ચ ઘટાડવાનો અન્ય એક ઉપાય એ હશે કે ઉચ્ચ ગુણવત્તાવાળા ગોળા-બારુદનું દેશમાં ઉત્પાદન કરવામાં આવે. તેમણે સવાલ કર્યો હતો કે જો ગોળા-બારુદની ઉપયોગિતાનો યોગ્ય સમય 10 વર્ષ છે તો શું તમે એને 20 વર્ષ માટે સ્ટોક કરશો? એ જરૂરી છે કે જરૂરત વખતે ઝડપથી ગોળા-બારુદના ઉત્પાદન કરવાની ક્ષમતા વિકસાવવામાં આવે.
પેન્શન ખર્ચમાં ઘટાડો કરવો
સૌથી દૂરગામી પ્રસ્તાવોમાં એક છે સશસ્ત્ર દળોના રૂ. 1.33 લાખ કરોડના પેન્શન બજેટમાં કાપ કરવાની આવશ્યકતાથી જોડાયેલી છે. જે અધિકારી રેન્કના કર્મચારીને 58 વર્ષની વય સુધી નિયોજિત કરવામાં સક્ષમ કરશે. તેમણે કહ્યું હતું કે એક તૃતીયાંશ લોકો 58 વર્ષની ઉંમર સુધી કામ કરી શકે છે, હાલમાં સશસ્ત્ર દળોના સૈનિકો 37-38 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ જાય છે, જ્યારે અધિકારી સામાન્ય રીતે 58 વર્ષની વયે નિવૃત્ત થાય છે. પેન્શનનું બજેટ બહુ વધુ છે. શું એ વધુ હોવું જોઈએ?
બિનજરૂરી વ્યયને ઘટાડવો એ પ્રાથમિકતા
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે પ્રાથમિકતાઓ જણાવતાં કહ્યું હતું કે તેઓ ખોટા વ્યયને કમસે કમ કરવાની કોશિશો કરશે. બિનજરૂરી પુરવઠો અને સ્ટોકિંગને અટકાવશે અને સંભવ હશે તો જનરેટર અને વાહનોના પુર્જાઓ જેવા સામાનોનું ઝીરો સ્ટોકિંગ તરફ વધશે, કેમ કે આવો માલસામાન બજારમાં સરળતાથી મળી રહેશે. તેમણે કહ્યું હતું કે સરપ્લસ માલસામાન અને કર્મચારીઓનું અસરકારક સંચાલન કરવાની તાતી જરૂર છે.