નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, તે આજે દેશની જનતાને સંબોધન કરશે. તેમ જ તેમણે કહ્યું કે, સંદેશને ટીવી, રેડિયો અને સોશિયલ મીડિયા દ્વારા સાંભળી શકાશે. ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે પીએમ મોદી રાષ્ટ્રને નામે શું સંદેશ આપશે તે વાત જાણવા તમામ લોકો આતુર હતાં.
વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે, આજે 27મી માર્ચે ભારતે એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. ભારતે અંતરિક્ષના ઈતિહાસમાં પોતાનું નામ રોશન કર્યું છે. ભારત સેટેલાઈટ સ્પેસ પાવરમાં સામેલ થઈ ગયું છે. અંતરિક્ષમાં મિશન શક્તિ હેઠળ 300 કિમી દૂર LEOમાં લાઈવ સેટેલાઈટને તોડી પાડ્યો છે. મિશન શક્તિની સફળતા માટે વૈજ્ઞાનિકોને હું અભિનંદન પાઠવું છું.
વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે, અમેરિકા,રશિયા અને ચીન બાદ ભારતે આજે અંતરિક્ષમાં અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે. સાથે આ સિદ્ધિ મેળવનારો ભારત ચોથો દેશ બની ગયો છે. દરેક હિન્દુસ્તાની માટે આનાથી મોટા ગર્વની કોઈ વાત ન હોઈ શકે. આપણા વૈજ્ઞાનિકોએ આજે આકાશમાં 300 કિલોમીટર દૂર LEO લો અર્થ ઓર્બિટમાં એક લાઇવ સેટેલાઇટને તોડી પાડ્યો છે.
વડાપ્રધાન મોદીના સંબોધનના મુખ્ય મુદ્દાઓ
- અંતરિતક્ષમાં લો અર્થ ઓરબિટનો લાઈવ સેટેલાઈટનો નાશ કરાયો
- અતંરિક્ષમાં અમેરિકા,રશિયા અને ચીન પછી સિદ્ધિ મેળવનારો ભારત ચોથો દેશ બન્યો
- ભારતે 3 મિનિટમાં સફળતાપૂર્વક મિશન શક્તિ પાર પાડ્યું.
- ભારતમાં વિકસિત ASET સેટેલાઇટ દ્વારા મિશન શક્તિ પાર પાડ્યુ.
- પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારતે ફક્ત ત્રણ મિનિટમાં મિશન શક્તિ ઓપરેશન કર્યું છે.
- ભારતીઓ માટે ગર્વની વાત છે કે મિશન શક્તિએ માત્ર ત્રણ મિનિટમાં મિસાઈલથી સેટેલાઈટનો ખુરદો બોલાવ્યો છે.
- ભારત હંમેશા નીતિનિયમમાં માનનારું છે માટે અમારી આ નવી ટેકનિક કોઈના વિરુદ્ધમાં નથી.
- મહત્વપૂર્ણ છે કે આપણે આગળ વધીએ અને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરીએ.
- આપણા જીવનસ્તરમાં સકારાત્મક બદલાવ માટે આધુનિક ટેક્નોલોજી અપનાવી પડશે
- અમે કોઈ પણ શંકા વગર એક સુરક્ષિત ભારતનું નિર્માણ કરવાની દિશામાં કામ કરી રહ્યાં છીએ. મારે એવું ભારત બનાવવું છે કે જે બે કદમ આગળનું વિચારીને ચાલી શકે છે. ભારતે અંતરીક્ષમાં લો અર્થ ઓર્બિટમાં લાઈવ સેટેલાઈટનો નાશ કર્યો.
- પીએમ મોદીએ મિશન શક્તિ સાથે જોડાયેલા તમામ વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી.
- પીએમ મોદીએ વધુમાં કહ્યુ કે, ભારતનો મુખ્ય ઉદ્દેશ શાંતિ અને યુદ્ધથી દૂર રહેવાનો છે. ભારતનું મિશન શક્તિ દેશની શક્તિ માટે મહત્વનુ છે.આજની સફળતાને એક સુરક્ષિત રાષ્ટ્ર તરીકે જોવામાં આવી રહી છે. ભારત ભવિષ્યના તમામ પડકારનો સામનો કરવા આધુનિક ટેકનિકનો ઉપયોગ કરવા તૈયાર છે.
|