નવી દિલ્હીઃ દેશમાં બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે 13 રાજ્યોમાં થશે. આ તબક્કામાં કુલ 88 સીટો પર ઉમેદવારોની કિસ્મત EVMમાં કેદ થશે. આ બીજા તબક્કામાં રાહુલ ગાંધી, લોકસભા સ્પીકર ઓમ બિરલા, હેમા માલિની, પપ્પુ યાદવ જેવા મોટા દિગ્ગજ નેતાઓ પોતાની કિસ્મત અપનાવશે.
બીજા તબક્કામાં ચૂંટણીમાં દેશની 88 સીટો પર મતદાન થશે, જેમાં કેરળની બધી 20 સીટો, કર્ણટકની 14 સીટો, રાજસ્થાનની 13 સીટો, ઉત્તર પ્રદેશની આઠ, મહારાષ્ટ્ર 8, મધ્ય પ્રદેશ છ, બિહાર પાંચ, આસામ પાંચ, પશ્ચિમ બંગાળ ત્રણ, છત્તીસગઢ ત્રણ, જમ્મુ-કાશ્મીર એક, ત્રિપુરા એક અને મણિપુરની એક સીટ પર મતદાન થશે.
બીજા તબક્કામાં હાઇ પ્રોફાઇલ સીટ- કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેરળની વાયનાડ લોકસભા સીટ પર ઊભા છે. બિહારની પૂર્ણિયાથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં પપ્પુ યાદવ ઊભા છે. તેમની વિરુદ્ધ JDUના સંતોષ કુશવાહા મેદાનમાં છે. આ ઉપરાંત RJDની બીમા ભારતી ચૂંટણી મેદાનમાં છે.
આ સાથે બોલીવૂડમાં ડ્રીમ ગર્લ હેમા માલિની મથુરાથી ત્રીજી વાર ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે. આ સાથે કોટાથી લોકસભા સીટ પર લોકસભા સ્પીકર ઓમ બિરલા ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. આ સાથે ઉત્તર પ્રદેશની મેરઠની સીટથી અરુમ ગોવિલની ઉમેદવારીને કારણે ચર્ચામાં છે. આ ઉપરાંત બેંગલુરુ ગ્રામીણ સીટ પર ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવે ગોવડાના જમાઈ CN મંજુનાથ ભાજપની સીટ પર ઊભા છે.