નવી દિલ્હી- પાકિસ્તાન અધિકૃત કશ્મીરમાં જૈશ એ મોહમ્મદનો મુખ્યા મસૂદ અઝહરનો ભાઈ ઈબ્રાહિમ અઝહર જોવા મળ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈબ્રાહિમ અઝહરની સાથે 15 પ્રશિક્ષિત આતંકી પણ છે. મળતી માહિતી મુજબ આ તમામ 15 આતંકવાદીઓને જમ્મુ-કશ્મીરમાં ઘૂસણખોરી કરવા માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે.
તો આ બાજુ સરકાર તરફથી સુરક્ષાના કારણોસરક એક એડવાઈઝરી જાહેર કરીને અમરનાથ યાત્રા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો.
સમાચાર એજન્સી એએનઆઈના સુત્રોના જણાવ્યા અનુસાર ઈબ્રાહિમ અઝહર તેમના 15 આતંકીઓ સાથે મરકજ, સનાન બિન સલમા, તરનબ ફાર્મ, પેશાવર અને ખેબર પખ્તૂનખ્વાના અલગ અલગ આતંકી કેમ્પો પર જોવા મળ્યા છે.
પાકિસ્તાન સ્થિત ખેબર પખ્તૂનખ્વાના જમરૂદ વિસ્તારમાં આ આતંકીઓને ટ્રેનિંગ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અમરનાથ યાત્રા એક જુલાઈથી શરુ થઈને 15 ઓગસ્ટે સમાપ્ત થશે. ઈન્ટેલિજન્સની રિપોર્ટને ધ્યાનમાં રાખતા કશ્મીરમાં અગાઉથી જ હજારોની સંખ્યામાં અર્ધસૈનિક દળના કાફલાને ખડકી દેવામાં આવ્યા છે. ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં આતંકવાદીઓ અમરનાથ યાત્રાને નિશાન બનાવે તેવી વાત કહેવામાં આવી છે.