કશ્મીરમાં આતંકીઓ સામે બેસ્ટ ફિનિશર બનશે MS ધોની? ટ્રેન્ડિંગ થયું

નવી દિલ્હી- કશ્મીર ઘાટીમાં સુરક્ષા દળોના મોટા કાફલા ખડકી દેવાયાં છે જેના લઈને સમગ્ર દેશ એ જાણવા માટે ઉત્સુક છે કે, છેવટે કશ્મીરમાં શું થવાનું છે. છેલ્લા 1 સપ્તાહમાં કેન્દ્ર સરકારે ત્યાં 35 હજાર અર્ધસૈનિક દળોની વધારાની ટીમને તહેનાત કરી દીધી છે. શનિવારે ત્યાં રેપિડ એક્સન ફોર્સની ટુકડી પણ પહોંચી ગઈ છે.

આ સ્થિતિમાં સોશિઅલ મીડિયા પર અટકળોનો દોર ચાલી રહ્યો છે. આ દરમિયાન ભારતીય સેનામાં પોતાની ફરજ નિભાવી રહેલા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબજ ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકો તેને બેસ્ટ ફિનિશર તરીકે ગણાવી રહ્યાં છે.

 

અનંત નામના એક ટ્વિટર યૂઝરે મહેન્દ્રસિંહ ધોની અને ગૃહ પ્રધાન અમિત શાહની તસવીરને શેર કરતા લખ્યું કે, પોત પોતાના ક્ષેત્રના બે બેસ્ટ ફિનિશરોની કશ્મીર ઘાટીમાં નિયૂક્તિ થઈ ગઈ છે.

 

તો અન્ય એક ટ્વિટર યૂઝરે ઓપરેશન કશ્મીર હેશટેગ સાથે સેનાના ડ્રેસકોડમાં ધોનીની તસવીર શેર કરતા લખ્યું કે, એક ફિનિશર તરીકે ધોની કશ્મીરમાં છે.

અન્ય એક યૂઝરે આર્મીના ડ્રેસકોડ સાથેની ધોનીની ફાયરિંગ કરતા હોય તેવી તસવીર શેર કરી છે, અને એમએસડીનો અર્થ સમજાવ્યો છે. એમ એટલે મોદી, એસ એટલે શાહ અને ડી એટલે ડોભાલ. આનંદરાજ સિંહ નામના એક ટ્વિટર યૂઝરે કશ્મીરમાં જે સ્થિતિ છે તેને લઈને લખ્યું છે કે, પીએમ મોદી ખેલ ખત્મ કરવા માંગે છે એટલા માટે તેમના તરફથી ધોનીને મેદાનમાં ઉતાર્યો છે.

રવિ નામના એક ટ્વિટર યૂઝરે ઓપરેશન કશ્મીર હેશટેગ સાથે લખ્યું છે કે, કશ્મીરમાં ધોનીની હાજરી જે કામ માટે છે તે એ કામને ફિનિશ કરશે.

તો કશ્મીરની વર્તમાન સ્થિતિને લઈને અમિતાભ બચ્ચનની એક ફિલ્મનો સીન શેર કરતા સાગર નામના એક યૂઝરે લખ્યું છે કે, તમામ ભારતીયો પૂછી રહ્યા છે કે, જમ્મુ-કશ્મીરમે ‘યે ક્યા હો રહા હૈ, ભાઈ યે કયા હો રહા હૈ’