હૈદરાબાદ રેપ-મર્ડર કેસની સુનાવણી હવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે

નવી દિલ્હી: તેલંગણાના રંગારેડ્ડી જિલ્લામાં 26 વર્ષીય વેટરનરી ડૉક્ટરની ગેંગરેપ અને હત્યાના કેસની સુનાવણી હવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરવામાં આવશે. હાઈકોર્ટે આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરવાની મંજૂરી આપી છે. વેટરનરી ડૉક્ટરની યુવતીના બળાત્કાર અને હત્યાની સુનાવણી માટે મહેબૂબનગર જિલ્લા અદાલતમાં વિશેષ અદાલત બનાવવામાં આવશે. આ ઘટના બાદ સમગ્ર દેશમાં દુ:ખ અને રોષનું વાતાવરણ છે. બધે દેખાવો યોજવામાં આવી રહ્યા છે. તેનો પડઘો સંસદથી સડક સુધી સંભળાય છે. રવિવારે મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવે આ કેસમાં વહેલી સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાનો આદેશ આપ્યો હતો.28 નવેમ્બરની રાત્રે  સ્કૂટી મહિલા ડોક્ટરની બગડી ગયેલી સ્કૂટી રીપેર કરાવવાના બહાને 4 આરોપીઓએ તેના પર ગેંગરેપ ગુજાર્યો હતો અને તેની હત્યા કરી મૃતદેહ સળગાવી દઇને ફેંકી દીધો હતો. આ ઘટનાની જઘન્યતાની વિગતો બહાર આવતાં સમગ્ર દેશમાં જનાક્રોશ ફાટી નીકળ્યો હતો જેનો અવાજ સડકથી લઇ સંસદ સુધી પહોંચ્યો છે. ત્યારે ફાસ્ટટ્રેક કોર્ટમાં આ મામલાની સુનાવણી યોજાવાના ખબર સામે આવી રહ્યાં છે.