નુપૂર વિશે ઓવૈસીના નેતાનું ચોંકાવનારું નિવેદન

નવી દિલ્હીઃ નુપૂર શર્માને લટકાવી દેવા જોઈએ એવી AIMIM પાર્ટીના સંસદસભ્ય ઈમ્તિયાઝ જલીલે કરેલી ટિપ્પણીથી પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસીએ પોતાને અળગા કર્યા છે અને કહ્યું છે કે નુપૂર શર્માની આપણા દેશના કાયદા અનુસાર ધરપકડ કરવી જોઈએ. એમને આપણા દેશના કાયદા અનુસાર શિક્ષા કરવી જોઈએ. આ અમારી પાર્ટીનું સત્તાવાર વલણ છે, જે ઈમ્તિયાઝ જલીલ સાહેબે કહ્યું છે એનાથી અલગ છે. પાર્ટીના દરેક કાર્યકર્તાએ આ જ વલણ સાથે સહમત થવાનું છે.

AIMIM પાર્ટીએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરેલા ટ્વીટમાં જણાવ્યું છે કે, ‘અમે દેશના કાયદા અનુસાર નુપૂર શર્માની ધરપકડ કરાય અને એમની સામે અદાલતી કાર્યવાહી ચલાવાય એવી માગણી કરીએ છીએ.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]