યૂઝર્સના ડેટાની સુરક્ષા માટે ગૂગલે 25 એપ્સ દૂર કરી

નવી દિલ્હી:  યૂઝર્સની પ્રાઈવસી અને સિક્યોરિટીને ધ્યાનમાં રાખતા ગૂગલે તેમના પ્લે સ્ટોર પરથી 25 એપ્સને કાઢી નાખી છે. ગૂગલે આ એપ્સ અંગે જાણકારી આપતા કહ્યું કે, આ એપ્સથી યૂઝર્સના ડેટા સિક્યોરિટીનો ખતરો હતો કારણ કે આ એપ્સમાં મોટી સંખ્યામાં એડવર્ટાઈઝમેન્ટ આપવામાં આવતી હતી, જે યૂઝર્સના ખાનગી ડેટાની પરમિશન માગતી હતી. આ પહેલા પણ ગૂગલ તેમના પ્લે સ્ટોર પરથી અનેક એપને બેન કરી ચૂક્યું છે.

આ એપ્સમાં વિડિયો એડિટિંગ એપ, વોલપેપર, ગેમિંગ અને ફાઈલ મેનેજર એપ્સ સામેલ છે. આમાંથી મોટાભાગની યૂટિલિટી એપ્સ છે, જેનો યૂઝર્સ તેમની ક્રિએટિવિટી અને ફન માટે ઉપયોગ કરતા હતાં.

આ એપ્સ પર ગૂગલે મૂક્યો પ્રતિબંધ

 • Super Flashlight
 • Solitare Game
 • Accurate scanning of QR code
 • Classic card game
 • Junk file cleaning
 • Synthetic Z
 • File Manager
 • Composite Z
 • Screenshot Capture
 • Daily Horoscope Wallpapers
 • Super Wallpapers Flashlight 
 • Padenatef
 • Wallpaper Level
 • Contour Level wallpaper
 • iPlayer & iWallpaper
 • Video Maker
 • Color Wallpapers
 • Pedometer
 • Powerful Flashlight
 • Super Bright Flashlight
 • Wuxia Reader
 • Plus Weather
 • Anime Live Wallpaper
 • Health Step Counter

આ એપ્સ પર પ્રતિબંધ મુકતા ગૂગલે યૂઝર્સને ચેતવણી આપી છે કે, આ એપને તમારા સ્માર્ટફોનમાં ઈન્સ્ટોલ ન કરો. જો તમે આ એપ્સને પહેલાથી જ તમારા ફોનમાં ઈન્સ્ટોલ કરી રાખી છે તો તેને ડિલીટ કરી દો. સાથે જ આ એપ્સને કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન મેનેજર મારફતે પણ ઈન્સ્ટોલ ન કરો.

મહત્વનું છે કે, કેન્દ્ર સરકારે 59 ચાઈનિઝ એપ્સને ભારતીય યૂઝર્સના ખાનગી ડેટા પ્રાઈવેસી મામલે બંધ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારપછી આ એપને ગૂગલ અને એપલના એપ સ્ટોર્સ પરથી હટાવી દેવામાં આવી હતી. આ 25 એપ્સને પણ ગૂગલ પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવી છે.