ભાજપના સાંસદ રવિ કિશન સાથે સવા-ત્રણ કરોડની છેતરપિંડી

ગોરખપુરઃ ઉત્તર પ્રદેશના ગોરખપુરના સાંસદ રવિ કિશને મુંબઈના એક વેપારીની સામે રૂ. 3.25 કરોડની છેતરપિંડીનો મામલો નોંધાવ્યો છે, તેમના જનસંપર્ક અધિકારી પવન દુબેએ જણાવ્યું હતું કે સાંસદ રવિ કિશને મુંબઈના એક વેપારી દ્વારા રૂ. 3.25 કરોડની છેતરપિંડીની લેખિત ફરિયાદ કેન્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

પોલીસે વેપારી સામે કેસ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે નોંધેલા રિપોર્ટમાં જણાવ્યા અનુસાક વર્ષ 2012માં  રવિ કિશને પૂર્વ મુંબઈનિવાસી જૈન જિતેન્દ્ર રમેશ નામની વ્યક્તિને રૂ. 3.25 કરોડ આપ્યા હતા. અને તેમણે એ નાણાં પરત આપવા માટે કહ્યું ત્યારે તૈણે તેમને રૂ. 34 લાખના 12 ચેક આપ્યા હતા. જ્યારે સાંસદે સાત ડિસેમ્બર, 2021એ સ્ટેટ બેન્કની ગોરખપુર શાખામાં રૂ. 34 લાખનો ચેક જમા કર્યો તો એ ચેક બાઉન્સ થયો હતો.

સાંસદે સતત પૈસાની માગ કરવા છતાં વેપારીએ સંતોષકારક જવાબ નહીં મળતાં પોલીસ ફરિયાદ કરી હતી. કેન્ટ પોલીસ સ્ટેશનના પ્રભારી શશિ ભૂષણ રાયે કહ્યું હતું કે પોલીસે કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. પહેરાંસાસંદ કેન્ટ પોલીસ સ્ટેશન ક્ષેત્રના સિંધારિયામાં રહેતા હતા, પણ હવે તેઓ તારામંડલ લેક વ્યુ કોલોનીમાં આવેલા ઘરમાં રહે છે.

સાંસદે આ પહેલાં એક ટ્વીટ કરીને પોતાની મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમની માતા કેન્સર પીડિત છે અને મુંબઈની ટાટા કેન્સર હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.