છૂટક-વેચાનાર અનાજ, દહીં પર જીએસટી નહીં લાગે

નવી દિલ્હીઃ દેશભરમાં મોંઘવારી વધી ગઈ છે. એવામાં કેન્દ્ર સરકારે પેક્ડ ચીજવસ્તુઓ અને કેટલાક ખાદ્યપદાર્થો પર સોમવારથી પાંચ ટકા જીએસટી લાગુ કર્યો હતો.

એની સામે વિરોધ થયા બાદ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે જાહેરાત કરી છે કે જે કેટલીક ખાદ્યચીજવસ્તુઓ પ્રી-પેક્ડ કે પ્રી-લેબલ વેચવાને બદલે લૂઝ વેચવામાં આવશે તો એની પર જીએસટી લાગુ નહીં કરાય. આમાં કઠોળ, દાળ, ઘઉં, જવ, રાઈ, મકાઈ, ચોખા, સૂજી/રવો, બેસન/ચણાનો લોટ, દહીં/લસ્સીનો સમાવેશ થાય છે.