અમૃતસરઃ પંજાબના મોગા જિલ્લાના ગામ નત્થૂ વાલા ગરબીમાં આજે સવારે એ સમયે અરેરાટી વ્યાપી ગઈ જ્યારે ગામમાં એક જ ઘરમાં 6 લાશો મળી આવી. અહીંયા 28 વર્ષના એક વ્યક્તિએ પોતાના લગ્નના 10 દિવસ પહેલાં આખા પરિવારને ખતમ કરી દીધો. સ્યૂસાઈડ નોટમાં કોઈ શ્રાપની સ્ટોરી સામે આવી રહી છે. આની તુલના કેટલાક લોકો દિલ્હીના બુરાડી કાંડ સાથે કરી રહ્યાં છે કે જ્યાં એક જ ઘરના 11 લોકોના મોત થયાં હતાં.
પ્રાપ્ત વિગતો અનુસાર એક વ્યક્તિએ પોતાના જ પરિવારના 5 સભ્યોને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતાની પણ ગોળી મારીને હત્યા કરી નાંખી. જણાવવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિના 12 તારીખે જ લગ્ન નક્કી હતાં જેને લઈને તે પોતાની બહેન અને ભાણીને શુક્રવારના રોજ શહજાદી ગામથી પોતાના ગામમાં લઈને આવ્યો હતો.
તેઓ પોતાના કોઈ સગા પર જઈને તેની બંદૂક પણ ચોરી કરી લાવ્યો હતો. ગત રાત્રે 12 થી 1 વચ્ચે તેણે પહેલા પોતાના દાદા-દાદી, ત્યારબાદ માતા-પિતા અને અંતમાં પોતાની બહેન અને ભાણીને મોતને ઘાટ ઉતારી દીધા. ત્યારબાદ તણે પણ પોતાની જાતને બંદૂકની ગોળી મારી આત્મહત્યા કરી લીધી. સંદીપ સિંહના હુમલામાં તેના 80 વર્ષના દાદાજી બચી ગયા જેમની અત્યારે સારવાર ચાલી રહી છે.
ગામ લોકોના જણાવ્યા અનુસાર સંદીપ સિંહે પોતાની જમીનનો કેટલોક ભાગ, કે જેમાં પીર બાબાની જગ્યા આવતી હતી તે વેચી દીધો હતો. તેને ત્યારથી લાગી રહ્યું હતું કે હવે તેને શ્રાપ લાગ્યો છે અને હવે તેનો વંશ આગળ નહી વધે. આ જ પરેશાનીને લઈને તેણે પોતાના પરિવારના પાંચ સભ્યોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
ત્યારે બીજીતરફ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આ હત્યા પાછળના કારણો મામલે તપાસ શરુ કરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર તમામને મારનારા સંદીપ સિંહે 19 પેજની એક સ્યુસાઈડ નોટ લખી છે. સંદીપ સિંહનો પરિવાર એક સંપન્ન પરિવાર હતો અને સંદીપ સિંહના એકલાના ભાગે ખાસી મોટી જમીન આવતી હતી.
જો કે પોલીસે તો આ હત્યાઓ પાછળના કારણ મામલે કોઈ સ્પષ્ટ નિવેદન આપ્યું નથી પરંતુ ગામના સરપંચ જસવીર સિંહે જણાવ્યું કે મૃતક સંદીપ સિંહે એક સ્યુસાઈડ નોટ લખી છે જેને ખૂની ચીઠ્ઠી નામ આપવામાં આવ્યું છે. સ્યુસાઈડ નોટમાં તેણે લખ્યું છે કે મેં જે જગ્યા વેચી હતી તે એક ધાર્મિક જગ્યા હતી અને તે વેચવાના કારણે મને શ્રાપ લાગ્યો છે કે મારો વંશ હવે આગળ નથી વધે. આ પરેશાની તેના પરિવારના લોકો સહન નહી કરી શકે, એટલા માટે તે પોતાના પરિવારને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતાનું જીવન પણ સમાપ્ત કરી રહ્યો છે.