જમ્મૂ-કાશ્મીરઃ યૂરોપીય સંઘના 23 સાંસદોનું સમૂહ કે જે જમ્મૂ-કાશ્મીરમાં છે, સ્થાયી શાંતિ અને આતંકને ખતમ કરવાના પ્રયત્નોંમાં ભારતનું પૂર્ણ સમર્થન કરશે. આમાંથી એક સાંસદે જણાવ્યું કે તેમણે સવારે મીડિયાના કેટલાક લોકો સાથે વાત કરી, તેમાં સ્થાનીય કાશ્મીરી મીડિયા સંસ્થાનોના પ્રતિનિધિ જોડાયા નહોતા. આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ મંડળની સેનાના અધિકારીઓ સાથે બેઠક થઈ અને મંગળવારના રોજ દાલ લેકમાં શિકારાની સવારી કરી. સાંસદોએ ભારે સુરક્ષા અને રાજ્યના કેટલાક ભાગમાં બંધ દરમિયાન જમ્મૂ-કાશ્મીરનો પ્રવાસ કર્યો.
આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ પહેલીવાર કોઈ આંતરરાષ્ટ્રીય ટીમે કાશ્મીરનો પ્રવાસ કર્યો છે. ઓગસ્ટ મહીનામાં કેન્દ્ર સરકારે જમ્મૂ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કર્યો અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચવાની જાહેરાત કરી હતી. યૂરોપીય સંઘના સાંસદોના કાશ્મીર પ્રવાસ પર વિપક્ષે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે કે જ્યારે ભારતના રાજનેતાઓને કાશ્મીરનો પ્રવાસ કરવા દેવામાં નથી આવી રહ્યો તો પછી વિદેશી સાંસદોને કેમ મંજૂરી આપવામાં આવી.
સાંસદોના સમૂહમાં જોડાયેલા એક સાંસદે કહ્યું કે, અમે આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ મંડળ, સ્થાયી શાંતિ અને આતંકના ખાત્માના પ્રયાસોમાં ભારતનું પૂર્ણ સમર્થન કરીએ છીએ. અમારા સ્વાગત માટે અમે ભારત સરકાર અને સ્થાનીય પ્રશાસનને ધન્યવાદ આપીએ છીએ.
સાથે જ આ સાંસદોએ કહ્યું કે, તેમના આ પ્રવાસને ખોટી રીતે જોવામાં આવી રહ્યો છે. તેઓ તો અહીંયા તથ્ય જોવા માટે આવ્યા છે. તેમણે કહ્યું કે અમારે રાજનીતિ સાથે કોઈ લેવાદેવા નથી. આ સાંસદોએ દક્ષિણ પંથી વિચારધારા ન હોવા પર વિપક્ષના હુમલાઓ પર કહ્યું કે તેઓ ફાંસીવાદી નથી. જો ફાંસીવાદી હોત તો તેમને જનતા ચૂંટત નહી. તેમણે એ પણ કહ્યું કે આતંકવાદથી કોઈ દેશને બરબાદ ન થવા દઈ શકીએ.