સરદાર પટેલ જયંતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નર્મદાઃ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના લોકાર્પણનું એક વર્ષ પૂર્ણ થવાના અવસરે તેમજ સરદાર પટેલ જયંતીના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરના રોજ કેવડિયા આવી રહ્યા છે. આ દિવસને એકતા દિવસ તરીકે મનાવવામાં આવશે. વડાપ્રધાનની યાત્રાને લઈને સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.

વડાપ્રધાન મોદી પોતાના એક દિવસીય પ્રવાસ પર સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની આસપાસ બનેલા વિભિન્ન પ્રોજેક્ટોનું લોકાર્પણ કરશે. કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસના દિવસે આર્મી, નેવી અને એરફોર્સ સહિત એનએસજી, આરપીએફ, એસઆરપી બટાલિયન, એનડીઆરએફ સહિત સુરક્ષા દળો દ્વારા એકતા પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કેવડિયામાં આયોજિત એકતા ઉત્સવમાં વડાપ્રધાન મોદી સાથે ભાજપા શાસિત વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી અને વિભિન્ન રાજ્યોના વીવીઆઈપી લોકો ઉપસ્થિત રહેશે.

ગુજરાત સરકાર દ્વારા સુરક્ષાને ધ્યાને રાખતા 200 થી વધારે પોઈન્ટ પર 6000 થી વધારે સુરક્ષા કર્મચારીઓને તેનાત કરી દેવામાં આવ્યા છે. એસપીજી કમાન્ડો દ્વારા સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે. સુરક્ષાનું મોનિટરિંગ વિવિધ રાજ્યોના 2000 પોલીસ અધિકારીઓ સંભાળશે, જેમાં 20 થી વધારે રાજ્યોના વિભિન્ન રેન્જ આઈજી, 50 એસપી, 200 ડીવાયએસપી અને 500 પીઆઈ સહિત વિભિન્ન ફોર્સના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

    • વડાપ્રધાન મોદીનું શિડ્યુલ

     

    • સવારે 6.30 કલાકે ગાંધીનગરથી હેલિકોપ્ટર દ્વારા કેવડિયા કોલોની જવા રવાના
    • સવારે 7.45 કલાકે કેવડિયા પહોંચશે 
    • સવારે 8.00 કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ કરશે
    • સવારે 8.30 થી 10.00 કલાક દરમિયાન પરેડમાં હાજરી આપશે
    • સવારે 11.00 કલાકે આર્મ્ડ પ્રદર્શનનું ઉદઘાટન કરશે
    • બપોરે 12.30 થી 2.30 સુધી પીએમ અધિકારીઓ સાથે સંવાદ કરશે
    • બપોરે 1.00 કલાકે પીએમનું સંધોબન
    • બપોરે 3.30 બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે
    • સાંજે 5.00 કલાકે વડોદરા જવા રવાના. ત્યાંથી નવી દિલ્હી જવા નીકળશે