નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે તેના તમામ વિભાગોને આદેશ આપ્યો છે કે કોઈ મૃતક સરકારી કર્મચારીના પરિવાર તરફથી પેન્શનની રકમ માટેનો ક્લેમ મળે તો એક મહિનાની અંદર જ ફેમિલી પેન્શન આપવાનું શરૂ કરી દેવું.
પેન્શન્સ એન્ડ પેન્શનર્સ વેલ્ફેર વિભાગે એક વિગતવાર નોંધ આ માટે સર્ક્યૂલેટ કરી છે. એક નોંધ છે ઓલ્ડ પેન્શન સ્કીમ હેઠળના કર્મચારીઓ માટે તથા બીજી છે નેશનલ પેન્સન સિસ્ટમ માટેની. કોઈ સરકારી કર્મચારીનું મૃત્યુ થાય તો એના પરિવારને તમામ અધિકારોનું ઝડપથી વિતરણ કરી શકાય એ માટે આ નોંધ આપવામાં આવી છે.
