દિલ્હી MCDના મેયર, ડેપ્યુટી મેયરની ચૂંટણી ત્રીજી વાર ટળી

નવી દિલ્હીઃ દિલ્હીના મેયરની ચૂંટણીનું કોકડું ગૂંચવાયેલું છે. દિલ્હી નગર નિગમ (MCD) માટે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણી સતત ત્રીજી વાર ટળી ગઈ છે. સોમવારે હંગામાને કારણે ફરીથી ચૂંટણી ટાળવી પડી છે. હાલ આગામી તારીખ  સુધી MCDની ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે. દિલ્હી નગર નિગમ એક્ટ 1957 હેઠળ મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી નગર નિગમની પહેલી બેઠકમાં થઈ જવી જોઈએ, પણ નગર નિગમની ચૂંટણી બે મહિનાનો સમય વીતી ચૂક્યો છે, પરંતુ શહેરને નવા મેયર નથી મળ્યા.

આ પહેલાં MCD સદનની બેઠક છઠ્ઠી જાન્યુઆરી અને 24 જાન્યુઆરીએ બે વાર બોલાવવામાં આવી હતી, પણ ભાજપ અને આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોના હંગામાને કારણે અધિકારીઓએ મેયરની ચૂંટણી કરાવ્યા વિના કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. હવે આગામી તારીખ સુધી બેઠકને સ્થગિત કરી દેવામાં આવી છે. સોમવારે પ્રિસાઇડિંગ અધિકારીએ એલ્ડરમેનને મત આપવાનો અધિકાર હોવાની વાત કરી હતી, જેનો આપ પાર્ટીએ વિરોધ કર્યો હતો. ઉપ રાજ્યપાલ હવે જલદી નવી તારીખોનું એલાન કરશે.

ગયા વર્ષે ચોથી ડિસેમ્બરે સંપન્ન થયેલી ચૂંટણી પછી 250 સભ્યો પહેલા સત્રમાં કોઈ કામકાજ નહોતું થયું. બીજા સત્રમાં નામાંકિત સભ્યોના શપથ લીધા પછી ચૂંટાયેલા કાઉન્સિલરોએ શપથ લીધા હતા. ત્યાર બાદ પ્રિસાઇડિંગ અધિકારી અને નામાંકિત સભ્યોએ શપથ લીધા પછી ચૂંટાયેલા કાઉન્સિલરોએ શપથ લીધા હતા. જોકે એના પછી પ્રિસાઇડિંગ અધિકારી અને ભાજપના કાઉન્સિલર સત્યા શર્માએ કાર્યવાહી આગામી તારીખ સુધી સ્થગિત કરી દીધી હતી.

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]