આર્થિક સુધારાઓની અસર દેખાઈ રહી હોવાનો નિર્મલાનો દાવો

નવી દિલ્હીઃ અર્થવ્યવસ્થામાં આવેલી ભારે સુસ્તીને લઈને વિપક્ષોના આકરા હૂમલાની વચ્ચે શુક્રવારે મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે દેશની અર્થવ્યવસ્થાને પાંચ કરોડ ડૉલર બનાવવા માટેના રોડમેપ પર ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે સરકાર દ્વારા કરાયેલા આર્થિક સુધારાની અસર જોવા મળી રહી છે. અર્થવ્યવસ્થામાં આવેલી ભારે સુસ્તીને લઈને નાણાંપ્રધાન નિર્મલા સીતારમને શુક્રવારે યોજેલી પત્રકાર પરિષદમાં મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિએ અર્થવ્યવસ્થાને આગળ લઈ જવા માટે લીધેલા કેટલાક ઉપાયો પર પ્રકાશ ફેંક્યો હતો.

નાણાપ્રધાન નિર્મલા સીતારમન અર્થવ્યવસ્થાને તેજ ગતિ આપવામાં માટે વધુ કેટલાક ઉપાયોની જાહેરાત કરી શકે છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં દેશની જીડીપી ગ્રોથ દર ઘટીને 4.5 ટકા આવી ગયો છે, જે સાડા છ વર્ષની નીચેની સપાટીએ આવી ગયો છે.

કૃષ્ણમૂર્તિએ એક પ્રેઝન્ટેશનમાં બતાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ખપત વધારવા માટે અત્યાર સુધી કેટલાય ઉપાયો કર્યા છે. જેનાથી અર્થવ્યવસ્થામાં તેજ ગતિ મળશે. ખપતને વધારવા માટે સરકારે રીટેઈલ દેવું વધારવા માટે નોન બેકિંગ ફાઈનાન્સિયલ કંપની તથા એચએફસીને ટેકો આપવા તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે. એનબીએફસી તથા એચએફસી માટે પાર્શલ ક્રેડિટ ગેરંટી સ્કીમ લાવી છે. સરકારે પીએસયુના 61,000 કરોડ સુધીની બાકી રકમ ચુકવી દીધી છે.

તેમણે કહ્યું હતું કે રીટેઈલ દેવામાં વધારવા માટે બિન બેકિંગ નાણાકીય કંપનીઓ અને આવાસ નાણાકીય કંપનીઓ માટે 4.47 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે. આંશિક ઋણ ગેરંટી યોજના અનુસાર 7,657 કરોડ રૂપિયાને મંજૂરી આપી દીધી છે.