આપણા બધાની દેખભાળ અને અપાર કરુણા માટે આ ગ્રહનો આભાર: પીએમ મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ પૃથ્વી દિવસ પર ધરતી માંનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું, ધરતી માના આંતરરાષ્ટ્રીય દિવસ પર તેમના દ્વારા આપણા બધાની દેખભાળ અને અપાર કરુણા માટે તેમના ગ્રહનો આભાર વ્યક્ત કરીએ છીએ.

આવો આપણે એક સ્વસ્છ, સ્વસ્થ અને વધારે સમૃદ્ધ ગ્રહની દિશામાં કામ કરવાનો સંકલ્પ લઈએ. કોરોના જેવી વૈશ્વિક મહામારીને હરાવવા માટે કામ કરી રહેલા યોદ્ધાઓનો જય-જયકાર કરીએ અર્થાત તેમને સમર્થન આપીએ અને તેમની પ્રશંસા કરીએ.

મહત્વનું છે કે, પૃથ્વી પર રહેતા તમામ જીવ જંતુ અને ઝાડ-છોડને બચાવવા માટે સમગ્ર દુનિયામાં પર્યાવરણ માટે જાગૃતિ વધારવા માટે 22 એપ્રિલના રોજ પૃથ્વી દિવસ એટલે કે, અર્થ ડે મનાવવામાં આવે છે. 1970માં શરૂ કરવામાં આવેલી આ પરંપરાને 192 દેશોએ સ્વીકાર્યું છે. આજના દિવસે દુનિયાભરના દેશો પૃથ્વી પર માણસ સિવાય પણ અન્ય જીવ જંતુઓ અને સૃષ્ટી પ્રત્યે વધારે સંવેદનશીલ બની પોતાની જવાબદારી સ્વિકારે તે હેતુથી આ દિવસ મહત્વનો માનવામાં આવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]