ધર્મગુરુ કાલિચરણે ગાંધીના હત્યારા ગોડસેની પ્રશંસા કરી

રાયપુરઃ ઇસ્લામનું લક્ષ્ય રાજકારણના માધ્યમથી રાષ્ટ્ર પર કબજો જમાવવાનું છે. આપણી આંખોની સામે તેમણે 1947માં કબજો કરી લીધો હતો. તેમણે પહેલાં ઇરાન, ઇરાક અને અફઘાનિસ્તાન પર કબજો કર્યો છે. તેમણે રાજકારણના માધ્યમથી બંગલાદેશ અને પાકિસ્તાન પર કબજો જમાવ્યો છે. હું નાથુરામ ગોડસેને સલામ કરું છે, કેમ કે તેણે ગાંધીની હત્યા કરી હતી, એમ ગોડસેની પ્રશંસા કરતાં હિન્દુ ધર્મગુરુ કાલિચરણ મહારાજે કહ્યું હતું.

રાયપુરમાં એક સંસ્થા દ્વારા બે દિવસીય આયોજિત ધર્મ સંસદમાં મહાત્મા ગાંધીની સામે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરતાં તેમણે સત્તારૂઢ કોંગ્રેસના નેતાઓની ટીકા કરી હતી.

પોલીસ આપણને કહે છે કે મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં ભગવા જુલૂસ ન કાઢો- એ પોલીસની ભૂલ નથી, પણ પોલીસ વહીવટી તંત્રની ગુલામ છે, જે સરકારની ગુલામ છે. સરકાર નેતાની ગુલામ છે. પોલીસ ત્યાં સુધી ટેકો નહીં આપે, જ્યાં સુધી એક કટ્ટર હિન્દુ રાજા (નેતા) નહીં હોય. આપણું મુખ્ય કર્તવ્ય શું છે? –ધર્મની રક્ષા કરવાનું છે. લોકોએ ધર્મની રક્ષા માટે એક હિન્દુ નેતાને સરકારના વડા તરીકે પસંદ કરવા જોઈએ. પછી ભલે એ નેતા (પુરષ હોય કે સ્રી) કોઈ પણ પક્ષથી સંબંધિત હોય, એમ તેમણે કહ્યું હતું. આપણે મત આપવામાં ઉદાસીન છીએ, જ્યારે સામૂહિક બળાત્કાર થાય, ત્યારે તમે ઘર (પરિવાર)ની મહિલાઓનું શું થશે? મહા મૂર્ખો, હું આહવાન કરું છે, જે મત આપવા નથી જતા તેમને.