કોરોનાના 6531 નવા કેસ, 315નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 578એ પહોંચી છે. ઓમિક્રોનના કેસો 19 રાજ્યોમાં નોંધાયા છે. સૌથી વધુ કેસ દિલ્હીમાં 142 નોંધાયા છે અને બીજા ક્રમે મહારાષ્ટ્રમાં 141 કેસો છે. ઓમિક્રોનના ગુજરાતમાં હાલ 49 કેસો નોંધવામાં આવ્યા છે. ઓમિક્રોનના જોખમ વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 6531 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 315  લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,47,93,333 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,79,997 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,42,37,495 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 7141 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 75,841એ પહોંચી છે, જે 579 દિવસોમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 98.40 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020 પછી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.38 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 7,52,935 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 67.29 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 141.70 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,41,70,25,654 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 29,93,283 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]