બેંગલુરુઃ કર્ણાટકના રાજકારણમાં રાજકીય તોફાન આવ્યું છે. JDSના સાંસદ પ્રજ્જવલ રેવન્ના હાસન સંસદીય સીટથી NDA ઉમેદવાર છે. તેમનો કથિત સેક્સ વિડિયો કર્ણાટકમાં 26 એપ્રિલે થયેલા બીજા તબક્કાની ચૂંટણીના મતદાનના ઠીક બે દિવસ પહેલાં વાઇરલ થયો હતો. કર્ણાટકમાં 28માંથી 14 સીટો પર 26 એપ્રિલને બીજા તબક્કામાં મતદાન થયું હતું અને બાકીની સીટો પર ત્રીજા તબક્કામાં મતદાન થશે.
પ્રજ્જવલ રેવન્ના દેશ છોડી દીધો છે અને તેઓ હાલ આ સમયે જર્મનીમાં છે. એક અહેવાલ મુજબ સેક્સ વિડિયો સામે આવ્યાના તરત બાદ શનિવારે સવારે તેઓ જર્મની માટે રવાના થયા હતા. રવિવારે તેમણે પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી કે વિડિયોની સાથે છેડછાડ કરવામાં આવી છે. આવી હજ્જારો ક્લિપ છે, એમ રિપોર્ટ કહે છે.
આ કૌભાંડ ગયા સપ્તાહે ત્યારે સામે આવ્યું, જ્યારે એક મહિલાએ રેવન્ના પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવતાં તેમની વિરુદ્ધ પોલીસમાં કે નોંધ્યો હતો. મહિલાની ફરિયાદને આધારે પોલીસે IPCની કલમ 354A, 354D, 506 અને 509 હેઠળ FIR નોંધ્યો હતો. પીડિત મહિલાએ આરોપ લગાવ્યો હતો કે 2019 અને 2022ની વચ્ચે કેટલીય વાર તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. સોશિયલ મિડિયામાં વાઇરલ ક્લિપમાં કેટલીક અન્ય મહિલાઓ દેખાઈ રહી છે અને તેમના કેસ નોંધવા માટે આગળ આવવાની સંભાવના છે.
આ વિવાદ વધ્યા પછી JDSના વિધાયક શરણગૌડા કાંડકુરે પાર્ટીના અધ્યક્ષ અને ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવેગૌડાને બે પત્રનો પત્ર લખ્યો હતો અને પ્રજ્જવલ રેવેન્નાને પાર્ટીથી હાંકી કરવાની માગ કરી છે. કર્ણાટક સેક્સ સેકન્ડલમાં ભાજપ નેતાએ દાવો કર્યો હતો કે તેમને એક અશ્લીલ વિડિયો ભરેલી એક પેન ડ્રાઇવ મળી છે, જે વિશે તેમણે પ્રદેશાધ્યક્ષને સૂચિત કર્યા હતા.