દિલ્હી NCRમાં ખતરનાક પ્રદૂષણઃ AQI 999ને પાર

નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણનો સ્તર સતત વધતો જઈ રહ્યો છે. દિલ્હીમેં બુધવારે સવારે વાયુ ગુણવત્તા ઇન્ડેક્સ (AQI) 460 હતો, જે ગઈ કાલે રાત્રે આનંદ વિહારમાં AQI મહત્તમ 999 હતો. કેન્દ્રીય પોલ્યુશન નિયંત્રણ બોર્ડ (CPCB) અનુસાર દિલ્હીમાં વાયુ ગુણવત્તા ગંભીર શ્રેણીમાં બનેલી છે. હવામાન વિભાગ અનુસાર દિલ્હી-NCR આગામી કેટલાક દિવસોમાં વરસાદની આગાહી છે, જેનાથી વાયુ પ્રદૂષણમાં સુધારો થવાની અપેક્ષા છે. હવામાન પૂર્વાનુમાન એજન્સી સ્કાયમેટ મુજબ દિલ્હી-NCRનો AQI આગામી બે દિવસ ગંભીર શ્રેણીમાં રહેશે. ત્યાર બાદ ઉત્તર પશ્ચિમથી આવતા પવનોની ગતિ મળશે, જેથી વાયુ પ્રદૂષણથી રાહત મળવાની અપેક્ષા છે.

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પરાલી સળગાવવા અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ વિશે જે નિર્દેશ આપ્યા છે, એના માટે સંબંધિત અધિકારીઓ અને મંત્રીઓની સાથે એક બેઠક બોલાવી છે. જેથી દિલ્હીમાં જે-જે આદેશ આપ્યા છે, એને લાગુ કરી શકાય.

દિલ્હી સરકારે પ્રદૂષણને ઓછું કરવા માટે પગલાં લીધાં છે, પણ એની કોઈ ખાસ અસર દેખાતી નથી. નવેમ્બરના પ્રારંભમાં દિલ્હીમાં AQI બહુ ખરાબ શ્રેણીમાં છે.જે વિસ્તારોને હોટ સ્પોટ તરીકે પસંદ કરવામાં આવ્યો છે, એમાં આરકેપુરમ છે.

દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ વચ્ચે કેજરીવાલ સરકારે સોમવારે ફરી એક વાર ઓડ-ઈવન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ ઓડ-ઇવન ફોર્મ્યુલા દિવાળીના બીજા દિવસે એટલે કે 13થી 20 નવેમ્બર સુધીના એક સપ્તાહ માટે લાગુ રહેશે.

અગાઉ, સરકારે બાંધકામ પર પ્રતિબંધ મૂક્યો હતો અને તમામ શાળાઓને 10 નવેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. દિલ્હીમાં હવાની ગુણવત્તા ગંભીર એટલે કે સૌથી ખતરનાક બની ગઈ છે.

દિલ્હી સહિત NCR પ્રદૂષણને કારણે ગેસ ચેમ્બરમાં તબદિલ થઈ ગયું છે.