6-12 વર્ષની-વયનાં બાળકોને પણ આપી શકાશે ‘કોવેક્સીન’-રસી

નવી દિલ્હીઃ ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) સંસ્થાએ દેશમાં 6-12 વર્ષની વયજૂથનાં બાળકો માટે ભારત બાયોટેક કંપનીની કોરોનાવાઈરસ-વિરોધી રસી કોવેક્સીનનો ઈમરજન્સી ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય સંસ્થાએ રસી ઉત્પાદકોને કહ્યું છે કે તેઓ એને સુરક્ષાને લગતી વિગતો સુપરત કરે.

2-12 વર્ષની વયજૂથનાં બાળકો માટે કોવેક્સીન રસીનો નિયંત્રિત ઈમર્જન્સી ઉપયોગ કરવા દેવાની સબ્જેક્ટ એક્પર્ટ કમિટીએ ભલામણ કર્યા બાદ ડીસીજીઆઈ દ્વારા ઉક્ત નિર્ણય લેવામાં આવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]