‘ઈમર્જીંગ રોલ ઓફ મેનેજમેન્ટ એજ્યુકેશન’ પર રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાઈ

અમદાવાદઃ એસોસિયેશન ઓફ ઈન્ડિયન મેનેજમેન્ટ સ્કૂલ્સ, અમદાવાદ ચેપ્ટર દ્વારા ભારત સરકારની નવી શિક્ષણ નીતિના સંદર્ભમાં ‘ઈમર્જીંગ રોલ ઓફ મેનેજમેન્ટ એજ્યુકેશન’ પર રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

ગુજરાત ચેપ્ટરના સેક્રેટરી ડો. નેહા શર્માનાં સ્વાગત પ્રવચન પછી ડો. જી.કે. શિરુડે ચર્ચાની શરૂઆત કરી હતી. ડૉ. અજિત સિંહ થેથી, પ્રેસિડેન્ટ એઈમ્સ, ડૉ. ઉદય સાળુંખે, ભૂતપૂર્વ પ્રમુખ AIMS, ડૉ. ડીવાય પટેલ, ડિરેક્ટર GNIMS, ડૉ. સુનિલ શુક્લા, ડિરેક્ટર જનરલ, EDII, ડૉ. અપૂર્વ પાલકર, ડિરેક્ટર ઇનોવેશન, SPPU, ડૉ. વિવેક રંગા, ડિરેક્ટર, ICFAIએ પણ આ વિષય પર સંબોધન કર્યું હતું.

સહભાગી સભ્યોએ ગુજરાત ચેપ્ટર બનાવવા અને અમદાવાદ ખાતે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ શરૂ કરવા બદલ  ખુશી વ્યક્ત કરી.