ગુલમર્ગમાં ખૂલી દેશની પહેલી ગ્લાસ ઇગ્લુ રેસ્ટોરાં

શ્રીનગરઃ દેશની પહેલી ગ્લાસ ઇગ્લુ રેસ્ટોરાં હાલના દિવસોમાં વિશ્વ પ્રસિદ્ધ ગુલમર્ગ સ્કી રિસોર્ટમાં આવતા પ્રવાસીઓનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. કાચની દીવારવાળી આ રેસ્ટોરાંને ગુલમર્ગની કોલાહોઇ ગ્રીન હાઇટ્સ હોટેલ સ્નો (બરફ)ની વચ્ચે બનાવવામાં આવી છે. બે વર્ષ પહેલાં આ હોટેલને ગુલમર્ગમાં એક સ્નો ઇગ્લુ બનાવવામાં આવી હતી, જેના મેનેજમેન્ટનો દાવો છે કે એ એશિયાની સૌથી મોટી સ્નો ઇગ્લુ છે.

હોટેલના મેનેજમેન્ટે કહ્યું હતું કે તેમણે ફિનલેન્ડમાં આવેલી હોટેલ પાસેથી આઇડિયા લીધો અને પોતાની હોટેલના આંગણમાં ત્રણ ઇગ્લુ બનાવ્યા- આ પહેલાં એવું ક્યાય જોવા નથી મળ્યું. તેમણે કહ્યું હતું કે ગુલમર્ગ ગંડોલા કેબલ કાર પ્રોજેક્ટના પહેલા તબક્કામાં ત્રણ ઇગ્લુ બનાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ અનોખા ઇગ્લુ માટે આયાતીત ફેબ્રિકેટેડ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કાચની સામેવાળી આ અનોખી રેસ્ટોરાં ઇન્ટિરિયરને ઇન્સ્યુલેટેડ (પારદર્શક) રાખે છે અને સૌથી સારું દ્રશ્ય રજૂ કરે છે. આ ગ્લાસ ઇગ્લુમાં એક વારમાં આઠ લોકો બેસી શકે છે. અમે પર્યટકોને એક અલગ પ્રકારનો અનુભવ આપવાના પ્રયાસ કરી રહ્યા છે. કાચ જેવી આ અનોખી રેસ્ટોરાંને સ્થાનિક લોકો પણ પસંદ કરે છે.

આ ગ્લાસ ઇગ્લુ રેસ્ટોરાં બહુ ખૂબસૂરત છે. આ વખતે પડેલા સ્નોથી ગુલમર્ગ સંપૂર્ણપણે બરફથી ઢંકાઈ ગયો છે. ગ્લાસ ઇગ્લુ રેસ્ટોરાંમાં ડવાનો પર્યટકો માટે એક અલગ અનુભવ છે. પર્યટકોને એ સ્વર્ગથી જરાય ઓછું નથી લાગી રહ્યું, કેમ કે અહીંનું તાપમાન સામાન્ય છે અને બીજું અહીંથી ખૂબસૂરત નજારો દેખાઈ રહ્યો છે. એમાં ભોજનનો આનંદ લેતા પ્રવાસીઓને જોઈ શકાય છે. એની ચોતરફ સ્નો જ સ્નો દેખાઈ રહ્યો છે.