નવી દિલ્હીઃ ભારતમાં પુખ્ત વયનાં અને 12 વર્ષ કે તેથી વધુની ઉંમરનાં બાળકો માટે કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી ZyCoV-Dની કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મેળવનાર ઝાઈડસ કેડિલા કંપનીએ કહ્યું છે કે તે આવતા ઓક્ટોબર સુધીમાં આ રસીના એક કરોડ ડોઝનું ઉત્પાદન કરશે.
કેડિલા હેલ્થકેર કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર શર્વિલ પટેલે કહ્યું છે કે એમની કંપની આ વર્ષના ડિસેમ્બર અને આવતા વર્ષના જાન્યુઆરી સુધીમાં કુલ 3-5 કરોડ ડોઝ બનાવશે, પણ ઓગસ્ટથી ડિસેમ્બર સુધીમાં પાંચ કરોડ ડોઝ બનાવવાના સરકારના વચનને પરિપૂર્ણ કરી નહીં શકે. અમારી કંપની ઉત્પાદનમાં સહયોગ કરવા અને ટેક્નોલોજી ટ્રાન્સફર માટે કેટલીક થર્ડ પાર્ટી કંપનીઓ સાથે વાટાઘાટ કરી રહી છે.