નવી દિલ્હીઃ કોરોના વાયરસે આમતો આખા વિશ્વમાં પોતાનો કહેર વરસાવ્યો છે પરંતુ ભારતમાં પણ કોરોના વાયરસ ધીમે-ધીમે માથું ઉચકી રહ્યો છે. દિલ્હી, કર્ણાટક, પંજાબ અને મહારાષ્ટ્રમાં 4 લોકોના મોત થયા છે. ICMR ના ડિરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે કહ્યું કે, અમે કોમ્યુનિટી ટ્રાન્સમિશનની 50 સાઈટોથી આશરે 820 જેટલા રેન્ડમ સેમ્પલ લીધા છે જે નકારાત્મક આવ્યા છે. ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધીને 175 થઈ ગઈ છે.
ભારતીય રેલવેએ 168 ટ્રેનોને રદ્દ કરી દીધી છે. ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના આજે ત્રણ કેસો સામે આવ્યા છે.કોરોના વાયરસના કારણે એરલાઈન્સ કંપની વિસ્તારાને 23 માર્ચથી 15 એપ્રીલ સુધી આંતરરાષ્ટ્રીય ઉડાનોને અસ્થાયી રુપે સ્થગીત કરી દેવામાં આવી છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, તમામ બસો, ઈન્ટર સ્ટેટ્સ બસ ટર્મિનલો અને મેટ્રો ટ્રેનોને રોજે-રોજ સેનેટાઈઝ કરવામાં આવી રહી છે. પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટના વાહનોને પણ દરરોજ સવારે 10 વાગ્યાથી 6 વાગ્યા સુધી દરેક બસ ડેપો પર મફતમાં સેનેટાઈઝ કરવામાં આવશે.
પશ્ચિમ બંગાળ સરકારે 15 એપ્રીલ સુધી રાજ્યભરના 10 લાખ સરકારી મેડિકલ સ્ટાફને 5-5 લાખ રુપિયાના વીમા આપવાની જાહેરાત કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં અત્યારસુધીમાં કોરોના વાયરસના કુલ 10 પોઝિટીવ કેસ સામે આવ્યા છે જેંમાં એક વ્યક્તિનું મોત થયું છે. ત્રણ લોકો સાજા થઈ ગયા છે અને બાકી 6 લોકોની હાલત સ્થિર છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજવાલે કહ્યું કે અમે એ લોકો પર મહોર મારવાનું શરુ કરી દીધું છે કે જેમને ભારત આવવા પર વિશેષ દેખરેખમાં રાખવા માટે કહેવામાં આવ્યું છે. આવા લોકો ઘરેથી ભાગી ગયાના પણ કિસ્સાઓ છે. જો આવા વ્યક્તિ પોતાને આ પ્રકારની દેખરેખમાં ન રાખી શકે તો સરકારને તેમની ધરપકડ કરવાની અને તેમના વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની કાર્યવાહી કરવી પડશે.
