નવી દિલ્હીઃ તમામ પ્રયાસોની વચ્ચે દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના સૌથી વધુ કેસો સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 57,118 નવા કેસ સામે આવ્યા છે અને 764 લોકોનાં મોત થયાં છે. દેશમાં કોવિડ-19ના સંક્રમણના સતત ત્રીજા દિવસે 50,000થી વધુ નવા કેસ નોંધાયા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 16,95,988 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 36,511 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 10,94,374 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,65,103એ પહોંચી છે. રિકવરી રેટ 64.52 ટકાએ પહોંચ્યો છે.
જુલાઈમાં કેસોમાં 64 ટકાનો વધારો
જુલાઈ મહિનામાં કોરોના કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. પહેલી જુલાઈથી 31 જુલાઈ દરમ્યાન કુલ સંક્રમિતોના 64 ટકા કેસ સામેલ છે. જ્યારે 54 ટકા મોત પણ આ સમયગાળા દરમ્યાન થયાં હતાં. એકલા જુલાઈમાં 10,8232 કેસો સામે આવ્યા છે. જે કુલ કેસોના 63.92 ટકા છે. આ મહિને 19,618 લોકોનાં મોત થયાં હતાં.
દેશમાં 1,93,58,659 ટેસ્ટ
31 જુલાઈ સુધીમાં કોવિડ-19ના કુલ 1,93,58,659 સેમ્પલોના ટેસ્ટિંગ થઈ ચૂક્યાં છે. છેલ્લા 24 કલાકમાં 5,25,689નાં સેમ્પલના ટેસ્ટિંગ થયાં છે, એમ ICMRએ કહ્યું હતું.
વિશ્વમાં કોરોના પાછલા 24 કલાકમાં 2.82 લાખ કેસ
વિશ્વમાં અત્યાર સુધી 213 દેશોમાં કોરોના સંક્રમણ ફેલાયું છે. અમેરિકા, બ્રાઝિલ અને ભારત જેવા દેશોમાં કોરોનાની સંખ્યા ઝડપથી વધી રહી છે. અત્યાર સુધી 1.77 કરોડથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. વિશ્વમાં પાછલા 24 કલાકમાં 2.82 લાખ નવા કેસ નોંધાયા છે અને 6234 લોકોનાં મોત થયાં છે. વિશ્વમાં અત્યાર સુધી 1.77 કરોડ લોકોના સંક્રમણના કેસ નોંધાયા છે અને 6.82 લાખ લોકોનાં મોત થયાં છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
Corona, Covid, Corona Virus, Covid-19,