કેન્દ્રની સિનેમા-હોલ, સ્વિમિંગ-પૂલ માટે કોરોનાની નવી માર્ગદર્શિકા

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની સામે રસીકરણ ઝુંબેશનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ રસીકરણ છતાં કેન્દ્ર સરકારે દેશવાસીઓને સતત અરજ કરતી રહે છે કે કોઈ પણ પ્રકારે બેદરકારી ના દાખવવામાં આવે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોવિડ-19થી જોડાયેલી એક નવી માર્ગદર્શિકા જારી કરી છે. આ ગાઇડલાઇન્સમાં જૂના નિયમોમાં થોડી રાહત આપી છે.

આ દિશા-નિર્દેશ એક ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી, 2021 સુધી અમલમાં રહેશે.

આ માર્ગદર્શિકા નીચે મુજબ છે.

  • માસ્ક, સ્વચ્છતા અને બે ગજની દૂરી રાખવી જરૂરી.
  • હવે સિનેમાઘરો 50 ટકા વધુ ક્ષમતાની સાથે ખોલી શકાશે.
  • થિયેટરો માટે માહિતી પ્રસારણ મંત્રાલય ટૂંક સમયમાં નવી એસઓપી જારી કરશે.
  • સ્વિમિંગ પૂલો બધા માટે ખોલવામાં આવશે.
  • નવી માર્ગદર્શિકા માટે આવ-જા પર છૂટૉ આપવામાં આવી છે. આંતરરાજ્ય આવાગમનની છૂટ છે.
  • કન્ટેનમેન્ટ ઝોન સિવય સામાજિક, ધાર્મિક, રમત, મનોરંજન, સાંસ્કૃતિક સમારોહની મંજૂરી આપવામાં આવી છે. જોકે આ માટે સંબંધિત એસઓપીની મંજૂરી લેવી આવશ્યક છે.
  • પેસેન્જર ટ્રેન, સ્કૂલ, હોટેલ, અને રેસ્ટોરન્ટ જેવી અનેક મૂવમેન્ટ માટે અગાઉથી Sops જારી કરવામાં આવી છે. તેનું કડકાઈથી પાલન કરવાનું રહેશે.
  • 65 વર્ષથી વધુના લોકો, અન્ય બીમારીગ્રસ્ત લોકો ગર્ભવતી મહિલાઓ અને 10 વર્ષની નાનાં બાળકોએ વિશેષ સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે.
  • આરોગ્ય સેતુ એપનો ઉપયોગ પર ખાસ વિશેષ ભાર આપવામાં આવ્યો છે.