નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1.82 લાખે પહોંચી ગઈ છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા વધીને 1,82,143એ પહોંચી ગઈ છે અનમે અત્યાર સુધી 5164 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 8380 નવા કેસ નોંધાયા છે અને 193 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. પાછલા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. આ વાઇરસથી અત્યાર સુધી 86,984 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે.
વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 61 લાખને પાર
વિશ્વભરમાં કોરોના વાઇરસ 213 દેશોમાં ફેલાયો છે અને કોરોના સંક્રમિતોની સંખ્યા 61, 53,000 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં દોઢ લાખ કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. વિશ્વમાં અત્યાર સુધી કોરોનાથી 3,70,870 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં મૃતકોની સંખ્યામાં 4454નો વધારો થયો છે. કોરોના સંક્રમિતોની સંખ્યા 18,16,820એ પહોંચી છે. અમેરિકામાં અત્યાર સુધી આ વાઇરસથી 1.55 લાખનાં મોત થયાં છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.