નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઇરસના વધતા પ્રકોપની વચ્ચે ભાજપના સંસદસભ્ય સુરેશ પ્રભુએ પોતાને આગામી 14 દિવસ માટે ક્વોરેન્ટાઇન (અલગ રહેવું) કરી લીધા છે. તેઓ હાલમાં જ સાઉદી અરેબિયાથી પરત ફર્યા છે. તેમનો ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો છે, પણ તેમણે સાવચેતીરૂપે અલગ રહેવાનું પસંદ કર્યું છે. બીજી બાજુ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 149 પહોંચી ગઈ છે. ભારતમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસો સામે આવ્યા છે.
મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના વધીને 42 થયા
પુણેમાં એક 28 વર્ષીય મહિલાને કોરોના વાઇરસગ્રસ્ત મળી આવી હતી.આ મહિલા ફ્રાંસ અને નેધરલેન્ડ્સના પ્રવાસે ગઈ હતી.તેની સાથે મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના કેસ 42 ઈ ગયા છે.
લેહમાં સેના જવાનને પણ કોરોના વાઇરસ
એક અહેવાલ મુજબ લેહમાં સેનાના 34 વર્ષીય એક જવાનને કોરોના વાઇરસ થયો હતો. સશસ્ર દળોમાં કોઈને પણ કોવિડ-19થી ચેપગ્રસ્ત થવાની પહેલી ઘટના છે. આ સૈનિક લેહના ચુચોટ ગામનો રહેવાસી છે અન તેના પિતાના સંપર્કમાં આવ્યા પછી તેને પણ આ વાઇરસનો ચેપ લાગ્યો હતો. આ જવાનના પિતા ઇરાનથી તીર્થ યાત્રા કરીન એર ઇન્ડિયાના વિમાનથી 20 ફેબ્રુઆરીએ પરત ફર્યા બાદ 29 ફેબ્રુઆરીથી લડ્ડાખ હાર્ટ ફાઉન્ડેશનમાં અલગ રહી રહ્યા છે.