નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસનો પ્રકોપ ઘટવાનું નામ થી લેતો. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આવેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાઇરસ સંક્રમિતોની સંખ્યા વધીને 14,378 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 991 નવા કેસ સામે આવ્યા છે અને 43 લોકોનાં મોત પણ થયાં છે. દેશમાં અત્યાર સુધી 480 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. જોકે આ વાઇરસમાંથી 1,992 દર્દીઓ આ બીમારીને હરાવવામાં કામિયાબ થયા છે. પાછલા 24 કલાકમાં 243 લોકો સાજા થયા છે.
ભારતના નૌસેના સુધી પહોંચ્યો કોરોના
કોરોનાની ઘૂસણખોરી ભારતીય નૌસેના સુધી પહોંચી ગઈ છે. મુંબઈમાં 21 નેવીના સૈનિકોનાં કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી શહેર સ્થિત નૌસેનાની હોસ્પિટલમાં ક્વોરોન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. આ પશ્ચિમી નૌસેના કમાનના તટ પર મોજૂદ લોજિસ્ટિક અને એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ બેઝ છે.
કોરોનાના કેસ મેમાં સૌથી વધુ વધવાની શક્યતા
દેશમાં કોરોના વાઇરસના મામલા સતત વધી રહ્યા છે. ગૃહ મંત્રાલયથી જોડાયેલાં સૂત્રોનું માનીએ તો સરકારનું આંતરિક આકલન છે કે ભારતમાં કોરોનાના મામલા મેના પહેલા સપ્તાહ સુધી વધ્યા કરશે. ત્યાર બાદ કોરોના સંક્રમિતોની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો થશે.
દેશમાં રાજ્યવાર કોરોના કેસોની વિગતો નીચે મુજબ છે.