નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 94 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 31,118 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 482 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 94,62,810 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,37,621 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 88,89,585 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 41,452 દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,35,603એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93.94 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.45 ટકા થયો છે.
સિવિલ હોસ્પિટલ ફરી એક વાર કોરોનાનું કબ્રસ્તાન
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ફરી એક વાર કોરોનાનું કબ્રસ્તાન બની રહ્યું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સતત ત્રીજા દિવસે લાશોના ઢગલા જોવા મળ્યા છે, સોમવારે પણ વહેલી સવારથી મૃતકના સગાં ડેડબોડી લેવા માટે ભીડ જામી હતી, આ સ્થિતિમાં કોઈ હંગામો ના થાય તે માટે તકેદારીના ભાગરૂપે જ્યાંથી ડેડબોડી લઈ જવાય છે તે ૧૨૦૦ બેડની હોસ્પિટલ આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. દિવસભર એકલ-દોકલ ડેડબોડી સ્મશાન ગૃહે મોકલવાનો સિલસિલો સતત ચાલુ રહ્યો હતો. આ દોર સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યો છે. બીજી તરફ સરકાર હજુ પણ કોરોનાના મૃતકોના સાચા આંકડા છુપાવી રહી છે અને શહેરમાં માત્ર ૧૦થી ૧૨ કોરોનાગ્રસ્તના મોત થયાનું સરકારી ચોપડે બતાવી રહી છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.