કોરાનાના નવા 37,724 કેસઃ 648નાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંકટમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 37,724 નવા કેસ સામે આવ્યા છે અને 648 લોકોનાં મોત થયાં છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 12 લાખની નજીક પહોંચી છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 11,92,915 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 28,732 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 7,53,049 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,11,133એ પહોંચી છે. રિકવરી રેટ 63.12 ટકાએ પહોંચ્યો છે.

વિશ્વમાં કોરોના સંક્મિતોની સંખ્યા 1.5 કરોડનો પાર

કોરોના વાઇરસને આવે હજી સાત મહિના પણ નથી થયા, પણ એનાથી સંક્રમિતોના દર્દીઓની સંખ્યા 1.5 કરોડને પાર થઈ ગઈ છે.  અત્યાર સુધી કોરોનાની કોઈ અસરકારક સારવાર અથવા દવા નથી મળી.

કોરોના પર આ દેશોએ કાબૂ મેળવ્યો

વિશ્વના 10 દેશો એવા છે, જ્યાં પહેલાં કોરોના વાઇરસ બેકાબૂ હતો, પણ હવે એ દેશોમાં કોરોના પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આ 10 દેશોમાં ચીન, ઇટાલી, જર્મની, ફ્રાન્સ, યુકે, સ્પેન, ન્યુ ઝીલેન્ડ, સ્વિટઝર્લેન્ડ, સાઉથ કોરિયા અને તાઇવાનનો સમાવેશ થાય છે. આ દેશોમાં વધુમાં વધુ ટેસ્ટિંગ કરવામાં આવ્યાં હતાં અને સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાનું જરૂરી કરવામાં આવ્યું હતું.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.