નવી દિલ્હી: કર્ણાટકમાં યોજાનાર વિધાનસભા પેટાચૂંટણી પહેલા પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમની પાર્ટીના નેતાઓને અપીલ કરી છે. તેમણે કહ્યું કે, પ્રદેશના નેતા હવે સામૂહિક નેતૃત્વ હેઠળ કામ કરે અને રાજ્યના પ્રભાવશાળી સમુદાયોને વિશ્વાસમાં લઈને કામ કરે. પાર્ટીના વરિષ્ઠ નેતા એસ.આર.પાટિલ એ એમ સી વેણુગોપાલ સાથે સોનિયા ગાંધી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. તેમણે ગુરુવારે જણાવ્યું કે, પાર્ટી પ્રમુખ સાથે રાજ્યમાં પૂરની સ્થિતિ અને 15 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી અંગે વિસ્તૃત ચર્ચા કરી.
પાટિલે મીડિયાકર્મીઓ સાથે વાતચીત દરમ્યાન કહ્યું કે, પાર્ટી પ્રમુખે અમારી સાથે સામૂહિક નેતૃત્વમાં કામ કરવા અને તમામ પ્રમુખ જાતિ અને સમુદાયોને વિશ્વાસમાં લેવાની સલાહ આપી. તેમણે કહ્યું કે, પ્રમુખ સમુદાયો, ખાસકરીને વોક્કાલિગા, લિંગાયત અને બ્રાહ્મણનો ઉલ્લેખ કર્યો હતો. સોનિયા ગાંધીએ રાજ્યના નેતાઓને આંતરિક મતભેદ ત્યાગ કરી અને રાજ્યમાં મજબૂત પાર્ટી ઉભી કરવાની સલાહ પણ આપી છે. કોંગ્રેસ પ્રમુખે આગામી ડિસેમ્બરમાં યોજાનાર પેટાચૂંટણીઓમાં જીત મેળવવાની આશા વ્યક્ત કરી.
મહત્વનું છે કે, થોડા દિવસો પહેલા જ કર્ણાટકના મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પાએ કહ્યું હતુ કે, કોંગ્રેસ-જદ(એસ)ના અયોગ્ય ગણેલા ધારાસભ્યો જો પેટા ચૂંટણી લડાવા ઈચ્છે છે તો, તેમને ભાજપ તરફ ટિકિટ આપવામાં આવશે, જોકે, પાર્ટીની અંદરથી કોઈ પણ આવા કોઈ પગલા સામે વિરોધનો સ્વાર ઉઠી રહ્યો છે. તેમણે કહ્યું હતુ કે, પાર્ટી અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, પૂર્વ ધારાસભ્યોને ટિકિટ આપવાની જવાબદારી અમારી છે. તત્કાલિન ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલી બગાવતને કારણે જુલાઈમાં કોંગ્રેસ-જદ(એસ)ની સરકાર વિખેરાઈ ગઈ હતી અને ત્યારબાદ રાજ્યમાં ભાજપે સરકાર બનાવી હતી.
કોંગ્રેસના ગેરલાયક ઠેરવેલા ધારાસભ્ય બીસી પાટિલે યેદિયુરપ્પાના નિવેદનનું સ્વાગત કર્યું. જોકે, તેમણે કહ્યું કે, ગેરલાયક ધારાસભ્યોએ ભાજપમાં જોડાવા અંગે હજુ સુધી વિચાર નથી કર્યો. તેમણે કહ્યું હતું કે, અદાલતને અમારી યોગ્યતા અંગે નિર્ણય કરવા દો ત્યાર પછી અમે આ અંગે વિચારણા કરીશુ અને નિર્ણય લેશું. ભાજપે સત્તા જાળવી રાખવા માટે પેટાચૂંટણીમાં ઓછામાં ઓછી 6 બેઠકો જીતવી પડશે.