કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન: સુપ્રીમની સામે FIRના ટુકડા કરી દઈશ

નવી દિલ્હી– નેતાઓ તરફથી વિવાદિત નિવેદનોનો સિલસિલામાં નવું નામ કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીયપ્રધાન સલમાન ખુર્શીદનું જોડાઇ ગયું છે. ખુર્શીદ એક પછી એક આપત્તિજનક નિવેદનો આપી રહ્યાં છે. જ્યારે તેમણે ભારતીય જનતા પાર્ટી પર હુમલો કરતા એફઆઈઆર (ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ) અને સુપ્રીમ કોર્ટને લઈને આપત્તિજનક નિવેદન આપ્યું છે. ફર્રુખાબાદ લોકસભા બેઠક પરથી કોંગ્રેસની ટીકિટ પર ચૂંટણી લડી રહેલા ખુર્શીદે કહ્યું કે, બીજેપી ડરી ગયેલી છે, તેથી એફઆઈઆર કરાવી રહી છે. હું એફઆઈઆર ફાઈલ કરાવનારને ઓપન ચેલેન્જ આપું છું. કાલે સવારે પ્રેસને બોલાવીને ધજ્જિયા ઉડાવી દેશું એફઆઈઆરની, સુપ્રીમ કોર્ટની સામે એફઆઈઆરના ટુકડા કરી દઈશ.

 

પોતાને ગણાવ્યા યોગીના બાપ

ખુર્શીદ પર એફઆઈઆર પણ એક તેમના એક વિવાદિત નિવેદનને લઈને થઈ હતી. હક્કીકતમાં તેમણે પોતાને ઉત્તાર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના બાપ ગણાવતા યોગીને નકારો દીકરો કહ્યું હતું.

ખુર્શીદના નિવેદન પર વિશ્વ હિન્દૂ મહાસંઘના કાર્યકર્તાઓએ ફર્રુખાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. તેમણે યોગી પર ગાયોને ખવડાવવામાં આવતા ઘાસમાં પણ ગોટાળો કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો.

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ખુર્શીદનું નામ બાટલા હાઉસ કાંડ સાથે જોડ્યું તો બીજી તરફ ખુર્શીદે પલટવાર કરતા કહ્યું કે, યોગીજીને કહો કે, ‘રિશ્તે મેં, મૈં ઉનકા બાપ લગતા હું’. બંન્ને નેતાઓ વચ્ચે ચૂંટણી જંગના નિવેદનો ધીમે ધીમે સ્તરહીન થતાં ગયા અને વિવાદિત નિવેદનોનો સિલસિલો શરું થઈ ગયો.