સ્વીત્ઝરલેન્ડમાં રોકાણ ખર્ચ 1.58 કરોડ, વિવાદમાં કમલનાથ અને અધિકારીઓ

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશમાં મુખ્યપ્રધાન કમલનાથ અને તેમના ત્રણ પ્રમુખ અધિકારીઓએ સ્વિટ્ઝર્લેન્ડમાં રોકાવાની વ્યવસ્થા પર આશરે 1.58 કરોડ રુપિયા ખર્ચ કર્યા છે. આ ખુલાસો એક આરટીઆઈમાં થયો છે. આરટીઆઈથી મળેલી જાણકારી અનુસાર સીએમ કમલનાથ અને મધ્ય પ્રદેશના મુખ્ય સચિવ એસ આર મોહન્તી, મુખ્ય પ્રધાનના પ્રધાન સચિવ અશોક બર્નવાલ અને રાજ્ય સરકારના ઔદ્યોગિક નીતિ અને નિવેશ સંવર્ધન વિભાગના પ્રધાન સચિવ મહોમ્મદ સુલેમાને સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં જાન્યુઆરી, 2019માં વિશ્વ આર્થિક મંચની બેઠકમાં ભાગ લીધો હતો.

આરટીઆઈ દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું કે મધ્ય પ્રદેશ સરકારનું પ્રતિનિધિમંડળે દાવોસના વિશેષ વ્યાપાર લોંજમાં આયોજિત આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જો કે રાજ્ય સરકારે પોતાના જવાબમાં કહ્યું કે હકીકતમાં આશરે 1 કરોડ રુપિયા જ ખર્ચ કરવામાં આવ્યાં હતાં..

આપને જણાવી દઈએ કે ગત વર્ષે થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સારુ પ્રદર્શન કર્યું હતું અને કમલનાથ, શિવરાજ સિંહ ચૌહાણને હટાવીને રાજ્યની ગાદી પર બિરાજમાન થયા હતા. આ વર્ષે લોકસભા ચૂંટણીમાં તેમના દીકરા નકુલનાથ પણ પોતાનું નસીબ આજમાવી રહ્યા છે. ચૂંટણી વિશ્લેષણ સાથે જોડાયેલી રીસર્ચ સંસ્થા એડીઆરના ત્રીજા ચરણની ચૂંટણીમાં નસીબ અજમાવી રહેલા 938 ઉમેદવારોના સોંગદનામાના વિશ્ષેષણ પર આધારિત રિપોર્ટ અનુસાર છિંદવાડા સંસદીય ક્ષેત્રથી કોંગ્રેસના ઉમેદવાર નકુલ નાથે પોતાના સોંગદનામામાં 660 કરોડ રુપિયાથી વધારેની ચલ સંપત્તિનો ખુલાસો કર્યો છે. બુધવારના રોજ જાહેર રિપોર્ટ અનુસાર નાથ પાસે 618 કરોડ રુપિયાની ચલ અને 41 કરોડ રુપિયાની અચલ સંપત્તિ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]