અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારનું અભિવાદન સમિતિએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મોટેરા સ્ટેડિયમમાં સૌપ્રથમ વડા પ્રધાન મોદીના ભાષણથી નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. મોદીએ નમસ્તે ટ્રમ્પથી મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું. વડા પ્રધાને ઇન્ડિયા-યુએસ ફ્રેન્ડશિપ લોંગ લાઇવના નારા લગાવ્યા હતા.
મોટેરા સ્ટેડિયમમાં મોદી કહ્યું હતું કે આજે એક ઇતિહાસ રચાયો છે અને આ પહેલાં મોદીએ હ્યુસ્ટનમાં હાઉડી મોદીથી શરૂઆત કરી હતી. મારા દોસ્ત ટ્રમ્પની ભારત યાત્રાની શરૂઆત અમદાવાદથી કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ભારત અને અમેરિકા સંબંધો વધુ મજબૂત થશે. મોદીએ ટ્રમ્પનું સ્વાગત કરતાં કહ્યું હતું કે વિશ્વમાં સૌથી મોટી લોકશાહીમાં ટ્રમ્પ પરિવારનું સ્વાગત છએ. ટ્રમ્પ હંમેશાં ઊંચું વિચારે છે. હું 130 કરોડ ભારતીય તરફથી તમારું અભિવાદન કરીએ છીએ. મોદીએ કહ્યું હતું કે અમેરિકાનાં ફર્સ્ટ લેડી મેલેનિયાની હાજરી છે અમારા માટે ગૈરવની વાત છે. તેઓ આરોગ્ય અને અમેરિકાને માટે જે કાર્ય કરી રહ્યા છે તે ઘણી સારી વાત છે.
તેમના પ્રવચનના મુખ્ય અંશો આ મુજબ છેઃ
- તેમણે કહ્યું હતું કે વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે. આજે આપણે ઇતિહાસનું પુનરાવર્તન પણ જોઈ રહ્યા છે.
- પાંચ મહિના પહેલાં મેં અમેરિકા યાત્રાની શરૂઆત હાઉડી મોદી કાર્યક્રમથી કરી હતી.
- આજે મારા મિત્ર પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની ભારત યાત્રાની શરૂઆત ‘નમસ્તે ટ્રમ્પ’થી કરી રહ્યા છે.
- આટલી લાંબી મુસાફરી પછી પણ પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને તેમનો પરિવાર સીધો સાબરમતી આશ્રમ ગયા હતા.
- મોદીએ કહ્યું, ‘નમસ્તેનો અર્થ ખૂબ ઉંડો છે. આપણે વ્યક્તિને જ નહીં પરંતુ તેની અંદર વ્યાપેલી દિવ્યતાને વંદન કરીએ છીએ.
- આ સમારોહ માટે હું ગુજરાતના રહેવાસીઓ અને ગુજરાતમાં રહેતા અન્ય દેશવાસીઓનું અભિવાદ કરું છું.
- મોદીએ કહ્યું કે ભારતમાં પરિધાન છે. ખાનપાન છે અને પંથ અને સમુદાય છે. અમારી વિવિધતા એકતામાં છે
પીએમ મોદીએ કહ્યું કે આ મુલાકાતથી ભારત અમેરિકાનાં સંબંધોનો નવો અધ્યાય લખાશે.
- મોદીએ કહ્યું કે પ્રથમ લેડી મેલેનિયા તમે બાળકોના ઉત્થાન માટે જે કામ કરી રહ્યા છો તેનાથી સમાજમાં ઘણું પરિવર્તન કરી રહ્યા છે.
- ભારતમાં વિશ્વમાં સૌથી મોયી આરોગ્ય વીમાની યોજના ચલાવી રહ્યું છે.
- ભારતમાં સૌથી મોટુ સોલર પાર્ક જ નહીં, પણ સૌથી મોટો સેનિટેશન પ્રોગ્રામ પણ ચલાવી રહ્યો છે.
- ભારતે એકસાથે સૌથી વધુ સેટેલાઇટ મોકલવાનો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો
- ભારતમાં સૌથી ઝડપી સૌની માટેનો નાણાકી સમાવેશીકરણનો પણ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
- ભારત-અમેરિકાના સહયોગથી 21મી સદીમાં વિશ્વની દિશા નક્કી કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા
- ભારત અને અમેરિકા- બંને દેશો કુદરતી ભાગીદાર છે.
- અમેરિકા ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર અને અમેરિકા સાથે સૌથી મોટું સૈન્ય ભાગીદાર પણ છે
- મોટા લક્ષ્ય પ્રાપ્ત કરવા એ જ નવા ભારતની ઓળખ ધરતી ગુજરાતની પણ ઉત્સાહ પૂરા હિન્દુસ્તાનમાં છે.
- મોદીએ કહ્યું અમને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર ગૌરવ છે, એમ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પણ
|