વ્યાપારી વપરાશવાળું એલપીજી સિલિન્ડર 25 રૂપિયા મોંઘું થયું

નવી દિલ્હીઃ નવું 2023નું વર્ષ હજી આજથી શરૂ થયું છે અને મોંઘવારીનો ત્રાસ ભોગવી રહેલા દેશવાસીઓને એક વધુ આંચકો લાગ્યો છે. કેન્દ્ર સરકાર હસ્તકની ઓઈલ કંપનીઓએ કમર્શિયલ વપરાશ માટેના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવવધારો આજથી જ અમલમાં મૂકવામાં આવ્યો છે. જોકે ઘરેલુ વપરાશના એલપીજી સિલિન્ડરની કિંમત યથાવત્ રાખવામાં આવી છે. કમર્શિયલ વપરાશવાળું સિલિન્ડર મોંઘું થવાથી રેસ્ટોરન્ટ, હોટેલ વગેરેમાં ઉપલબ્ધ ખાદ્યપદાર્થો મોંઘા થઈ શકે છે.

મુંબઈમાં કમર્શિયલ વપરાશવાળું ગેસ સિલિન્ડર હવે રૂ. 1,721નું થયું છે. ઘરેલુ વપરાશવાળું સિલિન્ડર રૂ. 1,052માં મળે છે.